અહીં શીખો ભાપા દોઈ (સ્ટીમ્ડ યોગર્ટ, બંગાળી સ્વીટ ડિશ)
ભાપા દોઈ
સામગ્રી : ૨ કપ દહીં તાજું મોળું, ૧ કપ કન્ડેન્સ્ડ મિલ્ક, ૧/૪ ચમચી ઇલાયચી, ૨ ટેબલસ્પૂન કેસરવાળું દૂધ (૧૦-૧૨ તાંતણા કેસર, ૨ ચમચા હૂંફાળા દૂધમાં પલાળેલા), ૧ ટેબલસ્પૂન બટર, ૧ ચમચો બદામ અને કિસમિસ, આખાં કાજુ-બદામ, ૨ ટેબલસ્પૂન કાતરેલાં ડેકોરેશન માટે
રીત : ૨ કપ તાજા દહીંને મલમલના કપડામાં બાંધી તપેલીમાં મૂકી બે કલાક ફ્રિજમાં મૂકી દો. પછી પાણી નિતારીને એમાં ૧ કપ કન્ડેન્સ્ડ મિલ્ક નાખી બરાબર મિક્સ કરો. હવે એમાં એલચી અને કેસરવાળું દૂધ મિક્સ કરો. કટોરી અથવા મોલ્ડ લઈને એમાં અંદર બટર લગાડો. ઢોકળાના પાત્રમાં નીચે પાણી નાખી ગરમ કરો. મોલ્ડમાં દહીંનું મિક્સર ભરી ઉપર થોડો સૂકો મેવો નાખો અને કટોરીઓને જાળી પર મૂકી ડબો બંધ કરી ૨૦ મિનિટ બાફો. ગૅસ બંધ કરી છરી નાખી સેટ થઈ ગયું છે એ ચેક કરી લો. ઠંડું થાય પછી ફ્રિજમાં અડધો કલાક મૂકો. પ્લેટમાં અનમોલ્ડ કરો. ઉપર કેસરના તાંતણા, બદામ, કિસમિસથી ડેકોરેશન કરો.
ADVERTISEMENT
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


