અહીં શીખો કેક વિધાઉટ બેક
કેક વિધાઉટ બેક
સામગ્રી : ૧ પૅકેટ ચૉકલેટ બિસ્કિટ (બોનબોન અથવા હાઇડ ઍન સીક) ક્રીમ વગર વાપરવાં, ૫૦ ગ્રામ મૉલ્ટેડ બટર, ૨૦૦ ગ્રામ મૉલ્ટેડ ડાર્ક ચૉકલેટ, ૧૦૦ ગ્રામ અમૂલ ક્રીમ, સ્ટ્રૉબેરી, દ્રાક્ષ, ટાર્ટ પ્લેટ, પિસ્તાંનો ભૂકો.
રીત : બિસ્કિટના ટુકડા કરવા. એને મિક્સરમાં નાખવા. એમાં ઓગળેલું બટર નાખવું. ક્રશ કરી લેવું. બિસ્કિટના પાઉડરને ટાર્ટ પ્લેટમાં દબાવીને સેટ કરવો. સેટ કરેલી ટાર્ટ પ્લેટને બે કલાક માટે ફ્રિજમાં મૂકી દેવી.
ADVERTISEMENT
ગાર્નિશ બનાવવા માટે : ૨૦૦ ગ્રામ ડાર્ક ચૉકલેટને માઇક્રોવેવમાં ૩૦થી ૪૦ સેકન્ડ માટે મૂકીને મેલ્ટ કરવી. પછી ૧૦૦ ગ્રામ રૂમ ટેમ્પરેચરવાળું ક્રીમ નાખીને મિક્સ કરવું. ટાર્ટ પ્લેટ ફ્રિજમાંથી કાઢીને એની ઉપર બનાવેલું ગાર્નિશિંગ સરખું સ્પ્રેડ કરવું. પાછું ફ્રિજમાં સેટ કરવા મૂકવું. સેટ થાય પછી સ્ટ્રૉબેરી અને દ્રાક્ષથી ડેકોરેશન કરવું. પિસ્તાંનો ભૂકો છાંટવો. પાછું ફ્રિજમાં સેટ કરવા મૂકવું. ટાર્ટ પ્લેટની રિંગ કાઢીને કેકની જેમ કટ કરવું.
- પુનિતા શેઠ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


