અહીં શીખો ચિલીમિલી ઢોકળાં
ચિલીમિલી ઢોકળાં
સામગ્રી : ૧ નાની થાળી ઢોકળાંની, ૧/૨ ચમચી સોયા સૉસ, ૧/૨ ચમચી ચિલી સૉસ, ૧/૨ ચમચી ટમૅટો સૉસ, ત્રણ કલરનાં કૅપ્સિકમ ૧ વાટકી, ૧/૪ ચમચી મીઠું, લાલ મરચું, મરી પાઉડર, ૧ ચમચી તેલ.
રીત : પહેલાં ઢોકળાંને પનીરના આકારમાં કટ કરી શૅલો ફ્રાય કરી લો. બન્ને બાજુ કડક કરવાં. કૅપ્સિકમને પણ કટ કરી પછી એક વાટકીમાં બધા સૉસ મિક્સ કરી કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે એમાં સૉસ નાખી બરાબર હલાવી કૅપ્સિકમ ને ઢોકળાં નાખી બરાબર હલાવી કોથમીર નાખી ગરમ-ગરમ સર્વ કરવું.
- દીપ્તિ શાહ
ADVERTISEMENT
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


