અહીં શીખો કોકોનટ માલપૂઆ વિથ કોકોનટ રબડી
કોકોનટ માલપૂઆ વિથ કોકોનટ રબડી
સામગ્રી : માલપૂઆ માટે કોપરાનું તાજું ખમણ પાંચ ચમચી, ૩/૪ વાટકી સામો (મોરિયો), ૧/૪ વાટકી સાબુદાણા શેકીને ઠંડા કરી મિક્સરમાં ચર્ન કરી લોટ કરવો. ૪ ચમચી શિંગોડાનો લોટ (જરૂર પડે તો વધારે એક ચમચી લેવો), દળેલી સાકર ૩થી ૪ ચમચી, ૧-૨ એલચીનો પાઉડર, ૨ ચમચી મલાઈ, દૂધ જરૂર પ્રમાણે.
રબડી માટે : અડધો લીટર દૂધ, ૫ ચમચી કોપરાનું તાજું ખમણ, ૨ ચમચી મિલ્ક પાઉડર, ૧-૨ એલચીનો પાઉડર, ૬થી ૭ કેસરના તાંતણા દૂધમાં ઓગાળવા.
ADVERTISEMENT
રીત : માલપૂઆ માટે બધી સામગ્રી મિક્સ કરી ખીરું તૈયાર કરવું. ગૅસ ચાલુ કરી તવામાં ઘી વઘારે મૂકી બે ચમચી ખીરું પાથરવું. નીચેની સાઇડ ગુલાબી થાય એટલે ફેરવી લેવું. બીજી તરફ ઘી નાખીને થવા દેવું. માલપૂઆ તૈયાર.
રબડી માટે : દૂધ ગરમ કરવા મૂકવું. ઊકળે એટલે એમાં તાજું કોપરાનું ખમણ નાખી ઊકળવા દેવું. ઊકળે એટલે એમાં મિલ્ક પાઉડર ઓગાળીને નાખવો. પછી કેસરવાળું દૂધ નાખી ઉકાળવું. થોડું જાડું થાય પછી ગૅસ બંધ કરવો. ઠંડું પડે એટલે મિક્સરમાં ચર્ન કરી લેવું. એકરસ થાય પછી ફરી ગરમ કરવા મૂકવું. સાકર-એલચી નાખી ઉકાળવું. માલપૂઆ રબડી સાથે સરસ લાગે છે. માલપૂઆ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. ચારોળીથી ડેકોરેશન કરવું.
- રાગિની ગાંધી
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)


