અહીં શીખો હરિયાળી દમ આલુ
હરિયાળી દમ આલુ
સામગ્રી : નાના બટાટા (બેબી પટેટો) ૨૫૦-૩૦૦ ગ્રામ, પાલક ૧ જૂડી બ્લેન્ચ કરેલી, કોથમીર અને ફુદીનો ૧/૨ કપ, લીલાં મરચાં ૨-૩, આદું-લસણની પેસ્ટ ૧ ચમચી, ડુંગળી ૧ ઝીણી સમારેલી, દહીં ૩-૪ ચમચી ફેટેલું, જીરું, ગરમ મસાલો, ધાણાજીરું, હળદર, મીઠું, તેલ તળવા અને વઘાર માટે
બનાવવાની રીત : બટાટાને બાફી છોલીને કાંટા ચમચીથી એમાં કાણાં પાડો. ત્યાર બાદ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
ADVERTISEMENT
લીલી પેસ્ટ : પાલક, કોથમીર, ફુદીનો અને લીલાં મરચાંને થોડા પાણી સાથે પીસીને લીલી પેસ્ટ તૈયાર કરવી.
ગ્રેવી માટે કડાઈમાં તેલ ગરમ કરી જીરું, ડુંગળી અને આદું-લસણની પેસ્ટને સાંતળો. એમાં તૈયાર કરેલી લીલી પેસ્ટ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો. હવે ફેટેલું દહીં અને સૂકા મસાલા એમાં મિક્સ કરો. તળેલા બટાટા નાખીને જરૂર મુજબ પાણી ઉમેરો. એને ઢાંકીને પાંચથી ૭ મિનિટ ધીમા તાપે પકાવો. ગરમાગરમ હરિયાળી દમ આલુ તૈયાર છે.
ટિપ : ગ્રેવીનો લીલો રંગ જાળવી રાખવા માટે પાલકને ગરમ પાણીમાં એક-બે મિનિટ રાખીને પછી તરત જ ઠંડા પાણીમાં મૂકવી.
