અહીં શીખો હાઈ પ્રોટીન સ્પ્રાઉટ સૅલડ
હાઈ પ્રોટીન સ્પ્રાઉટ સૅલડ
સામગ્રી : ફણગાવેલા મગ ૧ કપ, સમારેલાં ગાજર ૧/૪ કપ (લાંબું છીણ કરો), સમારેલા કાંદા ૧/૪ કપ, સમારેલી કાકડી ૧/૪ કપ (વચ્ચેનાં બિયાં કાઢેલી), ગાજરનું ફ્લાવર ૧ નંગ (બનાવો કટ કરીને), સમારેલું ટમેટું ૨ ટેબલસ્પૂન, લીંબુ ૧/૪ નંગ, મીઠુ સ્વાદ અનુસાર, મરી પાઉડર સ્વાદ અનુસાર, લીલા કાંદા ૨ ટેબલસ્પૂન.
રીત : એક બાઉલમાં મગ, ગાજર, કાંદા, લીંબુનો રસ, ટમેટું, મીઠું, મરી પાઉડર, લીલા કાંદા નાખી મિક્સ કરી લો. પછી એક પ્લેટમાં કાઢી લો. પછી એમાં સૅલડ મૂકો. સાઇડમાં કાકડી, ગાજરનું ફ્લાવર મૂકો. ઉપર લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરી સર્વ કરો.


