અહીં શીખો કોપરા કાજુ સૅન્ડવિચ
કોપરા કાજુ સૅન્ડવિચ
સામગ્રી : એક નંગ લીલા નારિયેળનું છીણ (બે વાટકી છીણ બનશે), એક નાની વાટકી કાજુનો પાઉડર, મિલ્ક પાઉડર એક વાટકી, ઘી એક ટેબલસ્પૂન, પિસ્તા-બદામની કતરણ બે ચમચી, મલાઈ, પનીર ૧૦૦ ગ્રામ, સાકર એક વાટકી
બનાવવાની રીત : સૌથી પહેલાં એક કડાઈમાં ઘી મૂકીને કોપરાના છીણને શેકી લેવું. એ દરમ્યાન સતત હલાવતા રહેવું. એ પછી એમાં મલાઈ અને સાકર નાખીને સાકર ઓગળે ત્યાં સુધી હલાવવું. એ પછી કાજુ પાઉડર અને મિલ્ક પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લેવું. જ્યારે મિશ્રણ કડાઈને છોડવા લાગે અને ઘી દેખાવા લાગે ત્યારે ઘી લગાવેલી થાળીમાં અડધું મિશ્રણ બરાબર ફેલાવીને પાથરી લેવું. એ પછી પનીરને મસળીને સ્મૂધ બનાવીને હાથથી રોટલાની જેમ થેપીને મિશ્રણની ઉપર ફેલાવી દેવું. એ પછી બાકીનું મિશ્રણ પનીરના લેયર પર ઠાલવીને પાથરી દેવું. ઉપરથી બદામ, પિસ્તાની કતરણ સજાવીને ઠંડું થવા દો. ઠંડું થાય એટલે કટ કરો.
ADVERTISEMENT
નોંધ : પનીરના લેયરને હાઇલાઇટ કરવું હોય તો કેસર નાખીને મસળવું. એનાથી અંદરનું લેયર ઑરેન્જ દેખાશે.
