મસાલા સ્ટફ્ડ ઢોકળાં
મસાલા સ્ટફ્ડ ઢોકળાં
સામગ્રી : ૧/૨ કિલો ઇડલી બેટર, સ્વાદ અનુસાર મીઠું, ૧ પૅકેટ ઈનો, ૫-૬ બાફેલા બટાટા, ૧૦૦ ગ્રામ લીલા વટાણા, ૧૦૦ ગ્રામ ફણસી/બીન્સ, ૩-૪ લીલાં મરચાં, નાનો ટુકડો આદું, ૧ લીંબુ, સૂકા મસાલા (લાલ મરચું, હળદર, ધાણા-જીરું પાઉડર, કિચન કિંગ મસાલો વગેરે)
મસાલા બનાવવાની રીત : કડાઈમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ અને જીરું નાખો. પછી આદુ-મરચાની પેસ્ટ ઉમેરી થોડું સાંતળો. હવે એમાં કાપેલા બીન્સ નાખીને સારી રીતે રાંધો. બીન્સ નરમ થઈ જાય પછી એમાં બાફેલા બટાટા અને વટાણા ઉમેરો. હવે મસાલા ઉમેરો. 1 ચમચી લાલ મરચું પાઉડર, ૧/૨ ટીસ્પૂન કિચન કિંગ મસાલો, ૧/૨ ટીસ્પૂન હળદર, ૨ ટીસ્પૂન ધાણાજીરું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, બધું બરાબર મિક્સ કરીને ૫ મિનિટ ધીમા તાપે પકાવો અને મસાલો તૈયાર થઈ જાય પછી ગૅસ બંધ કરો.
ADVERTISEMENT
ઢોકળાં બનાવવાની રીત : ૧/૨ કિલો ઇડલી બૅટરમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. એમાં ૧ પૅકેટ ઈનો નાખીને બૅટર સારી રીતે મિક્સ કરો. થાળી પર તેલ લાગી ગ્રીઝ કરો અને જેટલું બૅટર આવે એટલું રેડી દો. ૫-૧૦ મિનિટ સ્ટીમ કર્યા પછી થાળી ખોલો અને તૈયાર કરેલો મસાલો એના પર સમાન રીતે પાથરી દો. હવે ઉપર ફરીથી થોડું બૅટર રેડો અને એના પર થોડું જીરું છાંટો. ફરી ૫–૧૦ મિનિટ સ્ટીમ કરી લો. તૈયાર ઢોકળાં થોડી વાર ઠંડાં થવા દો. હવે એને રાઈ, જીરું, હિંગ અને કઢી પત્તાનો વઘાર આપો. પછી કટ કરીને લીલી ચટણી સાથે સર્વ કરો.
- કીર્તિ ગિરિ (તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


