અહીં શીખો પિનાકોલાડા
પિનાકોલાડા
સામગ્રી : એક નાનો બાઉલ ફ્રેશ પાઇનૅપલના પીસ, નાનો બાઉલ ફ્રેશ નારિયેળના પીસ કટ કરેલા, ફ્રેશ નારિયેળનું દૂધ અડધો કપ, એક કપ પાઇનૅપલ જૂસ, એક કપ વૅનિલા આઇસક્રીમ, ક્રશ કરેલા આઇસ ક્યુબ્સ.
રીત : સૌપ્રથમ મિક્સરના જારમાં કટ કરેલાં પાઇનૅપલ, નારિયેળ ટુકડા, નારિયેળનું દૂધ, પાઇનૅપલ જૂસ ઉમેરી બધું મિક્સ કરીને ચર્ન કરી લેવું. હવે એમાં આઇસક્રીમ અને આઇસક્યુબ ઉમેરીને ચર્ન કરી લો. એક ગ્લાસ લઈ એમાં પાઇનૅપલના પીસ ઉમેરી એના પર પિનાકોલાડા મૉકટેલ રેડી ગ્લાસ પર પાઇનૅપલની સ્લાઇસ અને ચેરીથી ગાર્નિશ કરીને સર્વ કરો. તૈયાર છે ગરમીમાં ઠંડક આપે એવું પિનાકોલાડા.
