Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યામી ગૌતમ સાથેના નકલી ફ્રેન્ડ્લી વર્તનને કારણે ટ્રોલ થયો કરણ જોહર

યામી ગૌતમ સાથેના નકલી ફ્રેન્ડ્લી વર્તનને કારણે ટ્રોલ થયો કરણ જોહર

Published : 26 March, 2026 11:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતકાળમાં કરણે જાહેરમાં ઘણી વખત યામી સાથે અપમાનજનક વર્તન કર્યું છે

થોડાં વર્ષો પહેલાંનો વિડિયો જેમાં યામી ગૌતમની અવગણના કરવામાં આવતી દેખાય છે (ડાબે); તાજેતરમાં યામીને ઉમળકાથી મળતો કરણ જોહર

થોડાં વર્ષો પહેલાંનો વિડિયો જેમાં યામી ગૌતમની અવગણના કરવામાં આવતી દેખાય છે (ડાબે); તાજેતરમાં યામીને ઉમળકાથી મળતો કરણ જોહર


‘ધુરંધર : ધ રિવેન્જ’માં કૅમિયોમાં જોવા મળેલી યામી ગૌતમની નવી ફિલ્મ ‘નયી નવેલી’ની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. આ લૉન્ચિંગ ઇવેન્ટમાં કરણ જોહર પણ હાજર રહ્યો હતો અને અહીં તેણે યામી ગૌતમને ગળે લગાવીને તેની ખૂબ પ્રશંસા કરી હતી. આ વિડિયો ચર્ચામાં આવ્યા પછી ઘણા લોકો કરણ જોહરને ટ્રોલ પણ કરી રહ્યા છે.

ભૂતકાળમાં કરણે જાહેરમાં ઘણી વખત યામી સાથે અપમાનજનક વર્તન કર્યું છે. હમણાં એક રિયલિટી શોનો વિડિયો વાઇરલ થયો છે જેમાં કરણ જોહર, મલાઇકા અરોરા અને કિરણ ખેર યામીની ભારોભાર અવગણના કરતાં દેખાય છે. આ વિડિયો ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ના પ્રમોશન વખતનો હતો. આ સિવાય ‘કાબિલ’ની રિલીઝ વખતે પણ કરણે પોતાના શોમાં હીરો હૃતિક રોશનને આમંત્રણ આપ્યું હતું, પણ સાથે ફિલ્મની હિરોઇન યામીને લાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જોકે એ વાત અલગ છે કે હૃતિકે પછી કરણની આ શરતને માનવાની ના પાડી દીધી હતી અને આ શોમાં જવાનું ટાળ્યું હતું.



લોકો સોશ્યલ મીડિયામાં કરણનું નકલી ફ્રેન્ડ્લી વર્તન જોઈને દલીલ કરી રહ્યા છે કે કરણ હવે ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા પછી યામી અને તેના પતિ આદિત્ય ધરની ગુડબુકમાં આવવા માટે તેમની સાથે જાહેરમાં સારું વર્તન કરી રહ્યો છે. હાલમાં કરણનું આવું બેવડું વલણ ટ્રોલિંગનું કારણ બન્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK