Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > વૉફલ બાઇટ : વૉફલના પીસ સાથે ચૉકલેટ ‌‌ડિપની મજા

વૉફલ બાઇટ : વૉફલના પીસ સાથે ચૉકલેટ ‌‌ડિપની મજા

Published : 07 November, 2026 07:02 PM | IST | Mumbai
Darshini Vashi

નાલાસોપારામાં બે ગુજરાતી બહેનોએ મળીને શરૂ કરેલા મિશી’સ ડિઝર્ટ ડેન સ્ટૉલમાં વૉફલ બાઇટની સાથે બીજાં પણ ઘણાં ડિઝર્ટ મળે છે

વૉફલ બાઇટ

વૉફલ બાઇટ


ચૉકલેટ વગર વૉફલ્સની કલ્પના કરવી મુશ્કેલ છે અને કદાચ ચૉકલેટ વગર વૉફલ્સ ખાવાની મજા પણ આવે નહીં એવું ધારીને આજ સુધી કોઈએ ચૉકલેટ વગર વૉફલ્સ લાવવાનું સાહસ કર્યું નથી. જોકે નાલાસોપારામાં રહેતી બે ગુજરાતી યુવતીએ આવું સાહસ કરી બતાવ્યું છે અને એમાં સફળ પણ રહી છે.
નાલાસોપારા-ઈસ્ટમાં મિશી’સ ડિઝર્ટ ડેન નામનો એક ડિઝર્ટ સ્ટૉલ આવેલો છે જ્યાં બાઇટ વૉફલ્સ મળી રહ્યાં છે. એમાં ચૉકલેટ અલગથી આપવામાં આવે છે. આ વિશે માહિતી આપતાં સ્ટોલનાં કો-ઓનર શ્રદ્ધા મહેતા કહે છે, ‘આ સ્ટૉલ મેં મારી બહેન તિથિ મહેતા સાથે મળીને ૬ મહિના પહેલાં જ શરૂ કર્યો છે. અમે બન્ને પહેલાં કૉર્પોરેટ જૉબ સાથે જોડાયેલાં હતાં, પરંતુ અમારું પૅશન અમને ફૂડક્ષેત્રે ખેંચી લાવ્યું હતું. અમે બન્નેએ પછી ડિઝર્ટ સ્ટૉલ શરૂ કર્યો જેનું નામ અમારા ડૉગના નામ પરથી રાખ્યું હતું. ડિઝર્ટ મુંબઈમાં ઘણા અલગ-અલગ પ્રકારના મળે છે એટલે અમારે એવું કંઈક રજૂ કરવું હતું જે લોકોને ભાવે તો ખરું જ, સાથે કંઈક નવું પણ હોય. એટલે પહેલાં અમે આઇસક્રીમ કૉર્નના બાઇટ્સ સાથે કંઈક લાવવાનું વિચાર્યું, પણ અમને મજા ન આવી એટલે અમે વૉફલ પર કામ કરવાનું શરૂ કર્યું જેનું રિઝલ્ટ સારું આવતાં અમે વૉફલ બાઇટ લૉન્ચ કર્યું. નૉર્મલી વૉફલની અંદર એટલી બધી ચૉકલેટ આવતી હોય છે કે ઘણી વખત એક વૉફલને પૂરું કરવામાં નાકે દમ આવી જતો હોય છે. એટલે અમને વૉફલ બાઇટ લાવવાનો વિચાર આવ્યો જેમાં અમે વૉફલના નાના પીસ કરીએ છીએ અને પછી જેમ ચીઝ ‌ડિપ સર્વ કરવામાં આવે છે એમ અમે ચૉકલેટ ‌ડિપ સાથે એને સર્વ કરીએ છીએ. એટલે જેમને ચૉકલેટ ઓછી જોઈતી હોય તેમના માટે આ કન્સેપ્ટ કામ કરી જાય. જોકે આ કન્સેપ્ટ ખરેખર લોકોને ખૂબ ગમ્યો એટલે અમે એની અંદર બીજાં પણ ફ્લેવર સાથેનાં ‌‌િડપ રજૂ કર્યાં. વૉફલ બાઇટ ઉપરાંત અહીં નૉર્મલ વૉફલ, બ્રાઉની, બ્રાઉલ કેક વગેરે મળે છે.
ક્યાં મળશે? : મિશી’સ ડિઝર્ટ ડેન, બિકાનેર સ્વીટ્સની બહાર, દ્વારકા હોટેલની સામે, નાલાસોપારા-ઈસ્ટ
સમય : સવારે ૧૧ વાગ્યાથી એક અને સાંજે પાંચ વાગ્યાથી રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 07:02 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK