ભારતની સૌથી વિશ્વસનીય પ્રાણિક હીલિંગ સંસ્થા ‘આત્મા નમસ્તે’ની એક ઝલક; જે લોકોને ઇમોશનલ બૅલૅન્સ, આંતરિક શાંતિ અને સ્પષ્ટતા મેળવવામાં મદદ કરી છે
ભારતની સૌથી વિશ્વસનીય પ્રાણિક હીલિંગ સંસ્થા ‘આત્મા નમસ્તે’
જે શહેર ક્યારેય ઊંઘતું નથી; જ્યાં ડેડલાઇન્સ, ટાર્ગેટ અને દોડધામભરી જિંદગી મન અને આત્માને થકવી નાખે છે ત્યાં અત્યારે એક શાંત પણ શક્તિશાળી ચળવળ વેગ પકડી રહી છે. મુંબઈના ડ્રૉઇંગરૂમથી લઈને કૉર્પોરેટ બોર્ડરૂમ્સ સુધી આજે એક જ નામ ગુંજી રહ્યું છે : ‘આત્મા નમસ્તે’ (Atma NamasteTM).
‘દરેક આત્મા મૂલ્યવાન છે’ એવા દૃઢ વિશ્વાસ સાથે સ્થપાયેલી આ સંસ્થા માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સુખાકારી માટે ભારતની સૌથી આદરણીય સંસ્થાઓમાંની એક તરીકે ઊભરી આવી છે. ગ્રૅન્ડમાસ્ટર ચોઆ કોક સુઈ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રાચીન વિજ્ઞાનપદ્ધતિ ‘પ્રાણિક હીલિંગ’ - જે સ્પર્શ વિનાની અને શરીર પર એકેય કાપો મૂક્યા વગરની ઊર્જા ઉપચારપદ્ધતિ છે - એના દ્વારા ‘આત્મા નમસ્તે’ હજારો લોકોને બીમારીથી સ્વાસ્થ્ય તરફ અને અશાંતિથી શાંતિ તરફ લઈ જવામાં મદદ કરી રહી છે.
ADVERTISEMENT
‘આત્મા નમસ્તે’ નામ પોતે જ એક સંદેશ છે. ‘આત્મા’ એટલે રુહ અને ‘નમસ્તે’ એટલે તમારી અંદર રહેલા દિવ્ય તત્ત્વને હું વંદન કરું છું. આ શબ્દપ્રયોગનો મતલબ છે કે જ્યારે આપણે આપણી અંદર રહેલી જીવનશક્તિનું સન્માન કરીએ છીએ ત્યારે સાચા અર્થમાં રૂઝ આવવાની શરૂઆત થાય છે. પ્રાણિક હીલિંગ એ સમજણ પર કામ કરે છે કે આપણું ભૌતિક શરીર એક ઊર્જાશરીર (ઑરા)થી ઘેરાયેલું છે જે ફિઝિકલ, ઇમોશનલ અને મેન્ટલ એમ દરેક લેવલ પર આપણી હેલ્થને નિયંત્રિત કરે છે. જ્યારે આ ઊર્જાશરીરમાં અવરોધ આવે છે કે એનું સંતુલન ખોરવાય છે ત્યારે બીમારીનો જન્મ થાય છે. પ્રાણિક હીલિંગ આ ઑરાને વ્યવસ્થિત રીતે શુદ્ધ કરે છે અને શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે.
સંસ્થાના સહસ્થાપક અને સિનિયર પ્રાણિક હીલર શ્રી મેલ્વિન ડિસોઝા જણાવે છે, ‘આ કોઈ ધાર્મિક ઉપચાર કે માત્ર ધ્યાન નથી, પરંતુ એક વ્યવસ્થિત વિજ્ઞાન છે. આ પદ્ધતિમાં વિશ્વાસ હોવો જરૂરી નથી, માત્ર સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ.’
શ્રી મેલ્વિન ડિસોઝાની સાથે મળીને સહસ્થાપકો નિખિલ કે. મૈની અને રિતિકા સોની ભારતભરનાં તેમનાં હીલિંગ સેન્ટરોમાં વ્યક્તિગત હીલિંગ, મફત ગ્રુપ-સેશન્સ અને કૉર્પોરેટ કર્મચારીઓ માટે વિશેષ પ્રોગ્રામ્સ ચલાવે છે.
ભારતના ગીચ વેલનેસ લૅન્ડસ્કેપમાં ‘આત્મા નમસ્તે’ પોતાની વિવિધતાને કારણે અલગ પડે છે. સંસ્થા દ્વારા નાણાકીય સમસ્યાઓ, ચિંતા (Anxiety), હતાશા (Depression), કૅન્સર સપોર્ટ અને ડાયાબિટીઝ જેવી સ્થિતિઓ માટે વિશેષ જૂથ હીલિંગ સત્રો આયોજિત કરવામાં આવે છે. આધુનિક ટેક્નૉલૉજીના જમાનામાં તેઓ ‘ડિસ્ટન્સ હીલિંગ’ (દૂરથી ઉપચાર) પણ પ્રદાન કરે છે. શ્રી મેલ્વિન ડિસોઝા નોંધે છે, ‘ઊર્જા અંતરથી મર્યાદિત નથી. અમારા ક્લાયન્ટ્સ અમેરિકામાં, દક્ષિણ-પૂર્વ એશિયામાં અને ભારતભરમાં પણ એટલી જ અસરકારક રીતે સાજા થઈ રહ્યા છે.’
ભારત હવે માનસિક સ્વાસ્થ્ય વિશે ખૂલીને વાત કરી રહ્યું છે. ‘આત્મા નમસ્તે’ માને છે કે જ્યાં સુધી આપણે આધ્યાત્મિક પાસાને ધ્યાનમાં નહીં લઈએ ત્યાં સુધી સુખાકારી અધૂરી છે. સંસ્થા સ્પષ્ટ કરે છે કે અમે તબીબી સારવારનો વિકલ્પ નથી, પરંતુ એના પૂરક અને સભાન સાથી છીએ.
૧૪૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં, જ્યાં દરેક વ્યક્તિ શાંતિની શોધમાં છે, ત્યાં આત્માની આ સારવાર કદાચ સમયની માગ છે.
અમને થયો છે પ્રાણિક હીલિંગનો ફાયદો

કલોઈ કુરેશી

સોનાલી સિંહ
આ પદ્ધતિની સફળતાના પુરાવા ક્લિનિકલ પેપર્સ કરતાં લોકોના અનુભવોમાં વધુ જોવા મળે છે. મિસિસ ઇન્ડિયા ૨૦૨૩ ક્લોઈ કુરેશીએ ગર્ભાવસ્થા દરમ્યાન પ્રાણિક હીલિંગનો સહારો લીધો હતો. તેઓ કહે છે, ‘ગર્ભાવસ્થાના પડકારજનક સમયમાં પ્રાણિક હીલિંગ મારા માટે આશીર્વાદરૂપ સાબિત થયું. એણે મને માનસિક સ્પષ્ટતા અને સંતુલન આપ્યું.’ એવી જ રીતે જાણીતાં સેલિબ્રિટી મૅનેજર સોનાલી સિંહ જણાવે છે, ‘મેલ્વિન સાથેનાં સત્રોએ મને મુશ્કેલ સમયમાં સ્થિર રહેવામાં મદદ કરી છે. મમ્મીની હેલ્થ હોય, બિઝનેસમાં પડકારજનક પરિસ્થિતિ હોય કે ઘરનાં રોજબરોજનાં સ્ટ્રેસ હોય; જ્યારે પણ હું તેમની પાસે હીલિંગ માટે ગઈ છું ત્યારે મને સંતુલન અને સ્પષ્ટતા મળ્યાં છે.’ આ ઉપરાંત ઇન્ડિગો ઍરલાઇન્સના એક કમાન્ડરે મેડિકલ સાયન્સ હારી ગયું હોવા છતાં પ્રાણિક હીલિંગની મદદથી આંગળીની સંવેદના પાછી મેળવી હતી. આર્થિક તંગીમાં આવી ગયેલા એક યંગ ઑન્ટ્રપ્રનરે આ ઉપચારપદ્ધતિની મદદથી થોડા જ દિવસોમાં ઝીરો ઇન્કમમાંથી મહિને પાંચ આકડા સુધીની પ્રગતિ કરી હતી.
(વધુ માહિતી માટે સંપર્ક કરો : atmanamaste.org)
