Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Google Down in India: સર્ચ એન્જિન ઠપ, હજારો યુઝર્સ પરેશાન! ડાઉનડિટેક્ટર પર કરી ફરિયાદ

Google Down in India: સર્ચ એન્જિન ઠપ, હજારો યુઝર્સ પરેશાન! ડાઉનડિટેક્ટર પર કરી ફરિયાદ

Published : 12 May, 2026 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Google Down in India: ભારતમાં હજારો યુઝર્સ માટે ગૂગલ ડાઉન થઈ ગયું છે, જેના કારણે તેમને `સર્વર એરર`નો સામનો કરવો પડી રહ્યો છે; સોશિયલ મીડિયા અને ડાઉનડિટેક્ટર પર આ અંગેની ફરિયાદો ઝડપથી વધી રહી છે; જોકે હવે આ સમસ્યા ઉકેલાઈ ગઈ હોય તેવું લાગે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત (India)માં આજે હજારો યુઝર્સ માટે ગૂગલ (Google) સર્ચ એન્જિન ડાઉન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સ પર આ લોકપ્રિય સર્ચ એન્જિનનો (Google Down in India) ઉપયોગ કરવામાં અસમર્થ હોવાની યુઝર્સની ફરિયાદો આવી છે. આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ `ડાઉનડિટેક્ટર` (Downdetector) પર પણ ભારતીય સમય અનુસાર સવારે લગભગ ૧૦:૨૩ વાગ્યે ૩,૩૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે. ડાઉનડિટેક્ટર (Downdetector) પર નોંધાયેલી ફરિયાદોમાં લગભગ ૫૭ ટકા ફરિયાદો સર્ચ કરવામાં આવી રહેલી મુશ્કેલીઓ સાથે જોડાયેલી હતી, જ્યારે ૨૮ ટકા યુઝર્સના જણાવ્યા અનુસાર કન્ટેન્ટ યોગ્ય રીતે લોડ થઈ રહ્યું નહોતું. આ ઉપરાંત, અન્ય ૧૧ ટકા યુઝર્સે સીધી રીતે વેબસાઈટમાં જ સમસ્યાઓ આવી રહી હોવાનું જણાવ્યું હતું.

શું અત્યારે સર્ચ એન્જિન કામ કરી રહ્યું છે?



નેટિઝન્સે ગૂગલ એક્સેસ કરવાનો પ્રયાસ કરતી વખતે આવતા એરર મેસેજને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. એવું લાગી રહ્યું છે કે રિક્વેસ્ટ પ્રોસેસ કરતી વખતે કોઈ ઇન્ટરનલ સર્વર એરર આવી હતી. જોકે, શરૂઆતી આઉટેજ બાદ હવે ડાઉનડિટેક્ટર પર નોંધાયેલી ફરિયાદોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે, જે દર્શાવે છે કે સર્ચ એન્જિન ફરી એકવાર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.


ગૂગલ આઉટેજ પર યુઝર્સની પ્રતિક્રિયા

ગૂગલની સેવાઓ ખોરવાતા યુઝર સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.


 એક યુઝરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું આ કહી રહ્યો છું, પરંતુ ગૂગલ ડોટ કોમ ખરેખર ડાઉન થઈ ગયું છે. મને યાદ નથી કે છેલ્લે આવું ક્યારે બન્યું હતું. આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને કદાચ તેનું કારણ ‘વાઈબ કોડિંગ’ હોઈ શકે છે.

આ બાબતે અન્ય એક યુઝરે લખ્યું છે કે ગૂગલનું ડાઉન થવું એ અત્યંત દુર્લભ ઘટના છે અને હવે એવું લાગે છે કે કંઈક મોટું થઈ શકે છે.

એક યુઝરે ગૂગલ પર સર્ચ કરતી વખતે આવેલી ખામીનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, તે એરરમાં લખ્યું હતું કે: ‘સર્વર એરર. અમને ખેદ છે, પરંતુ તમારી વિનંતીને પ્રોસેસ કરતી વખતે આંતરિક સર્વરમાં સમસ્યા આવી છે. અમારી એન્જિનિયર ટીમને આ અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેઓ તેને ઠીક કરવામાં લાગેલા છે. મહેરબાની કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો.’

આ સમાચાર લખાયા ત્યાં સુધી આ મામલે કંપની તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે, લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે અને પોતાની પરેશાની જણાવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK