Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વેટ વાઇપ્સ છે સ્કિનના દુશ્મન?

વેટ વાઇપ્સ છે સ્કિનના દુશ્મન?

Published : 11 May, 2026 11:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેટ વાઇપ્સમાં રહેલાં કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સ બાળકોની નાજુક ત્વચાથી લઈને ઍડલ્ટ્સમાં ગંભીર ઍલર્જીનું કારણ બની રહ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અત્યારે સુવિધા પ્રાથમિકતા બની ગઈ છે ત્યારે ઑફિસમાં કે પ્રવાસે હોઈએ ત્યારે પાણી અને સાબુનો વિકલ્પ હવે વેટ વાઇપ્સ બની ગયાં છે. પળવારમાં ગંદકી સાફ કરી દેતાં આ વાઇપ્સ સારાં લાગે છે; પણ એનો વધુપડતો ઉપયોગ આપણી ત્વચા, ખાસ કરીને બાળકો અને ઍલર્જી ધરાવતા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

કેમિકલ્સનું જોખમ
વેટ વાઇપ્સ લાંબા સમય સુધી ભીનાં રહે અને એમાં બૅક્ટેરિયા ન થાય એ માટે એમાં વિવિધ પ્રકારનાં પ્રિઝર્વેટિવ્સ વાપરવામાં આવે છે. મોટા ભાગનાં વાઇપ્સમાં એક કેમિકલ હોય છે જે ત્વચામાં બળતરા અને ઍલર્જી પેદા કરવા માટે જાણીતું છે. આપણે જ્યારે વાઇપ્સથી ત્વચા સાફ કરીએ છીએ એ પછી એને લૂછતા નથી. પરિણામે એ કેમિકલ્સ ત્વચાનાં છિદ્રોમાં રહી જાય છે જે લાંબા ગાળે કૉન્ટૅક્ટ ડર્મેટાઇટિસ જેવી ગંભીર સમસ્યાઓ નોતરે છે.



બેબી સ્કિનને નુકસાન
નવજાત શિશુઓની ત્વચા પુખ્ત વયના લોકો કરતાં પાંચગણી પાતળી અને વધુ સંવેદનશીલ હોય છે. વારંવાર ડાયપર બદલતી વખતે વેટ વાઇપ્સનો ઉપયોગ કરવાથી બાળકની કુદરતી ત્વચાનું પ્રોટેક્શન લેયર પ્રભાવિત થાય છે અને એને કારણે બાળકોને રૅશિઝ, ખંજવાળ અને સ્કિન પર રેડનેસ જેવી સમસ્યાઓ આવે છે. જે લોકોની ત્વચા પહેલેથી જ સંવેદનશીલ છે તેમના માટે વેટ વાઇપ્સ ઝેર સમાન સાબિત થઈ શકે છે. ઘણી વાર લોકોને ખ્યાલ પણ નથી આવતો કે તેમના ચહેરા પર થતી અચાનક ખંજવાળ કે બળતરાનું કારણ તેમનું ફેસ વાઇપ્સ હોઈ શકે છે. ઘરે હો ત્યારે શિશુઓ માટે સાદા પાણી અને નરમ સુતરાઉ કાપડનો જ ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. હંમેશાં ફ્રૅગ્રન્સ-ફ્રી, આલ્કોહૉલ-ફ્રી અને પૅરાબેન-ફ્રી વાઇપ્સની પસંદગી કરવી. કોઈ પણ નવું વાઇપ્સ વાપરતાં પહેલાં ત્વચાના નાના ભાગ પર ટેસ્ટ કરવું હિતાવહ છે. ટેક્નૉલૉજી અને પ્રોડક્ટ્સ આપણું જીવન સરળ બનાવવા માટે છે, પરંતુ એ સ્વાસ્થ્યના ભોગે ન હોવી જોઈએ. વેટ વાઇપ્સ એ પ્રવાસ કે ઇમર્જન્સી માટેનો વિકલ્પ છે, દૈનિક જીવનની આદત નહીં.


ઉકેલ શું હોઈ શકે?
વેટ વાઇપ્સનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા કરતાં મર્યાદિત કરવાની જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK