Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સ્નાયુઓને મજબૂત કરવા હોય પણ બૉડી લીન રાખવું હોય તો વજન ઓછું ઉપાડવું પરંતુ રિપીટેશન્સ વધુ કરવાં

સ્નાયુઓને મજબૂત કરવા હોય પણ બૉડી લીન રાખવું હોય તો વજન ઓછું ઉપાડવું પરંતુ રિપીટેશન્સ વધુ કરવાં

Published : 22 July, 2026 05:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સશક્ત સ્નાયુઓ માટે મોંઘા જિમની જરૂર નથી. ઘરેથી બોડીવેઇટ એક્સરસાઇઝ, હળવા વજન સાથે વધુ રિપીટેશન્સ અને સક્રિય જીવનશૈલી અપનાવીને પણ લીન અને મજબૂત બૉડી બનાવી શકાય.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મસલ માસ એટલે કે સશક્ત સ્નાયુઓની વાત કરીએ તો લોકોને સીધા બૉલીવુડના હીરોનાં બાવડાં જ દેખાતાં હોય છે અને નહીં તો એક ઍથ્લીટનું શરીર. સશક્ત સ્નાયુઓનો અર્થ ફક્ત બહારથી સુંદર દેખાતા સ્નાયુ જ નથી હોતો. સ્નાયુ ભરાવદાર હોય એ જુદું અને સશક્ત હોય એમાં પણ ફરક. એ સશક્ત બનાવવા માટે લોકો જિમમાં જતા હોય છે. ઘણા લોકો એવા છે જેમને જિમના નામથી જ ચીડ હોય છે કારણ કે તેમને એ પ્રકારની એક્સરસાઇઝ નથી ગમતી અથવા તો એવું પણ હોય છે કે જિમની મોંઘી મેમ્બરશિપ દરેક વ્યક્તિને પોસાય પણ નહીં. તો શું કરવું? આમ તો સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ દરેક વ્યક્તિએ કરવી જ જોઈએ, પરંતુ એ શરૂ કેવી રીતે કરવી એ લોકોને સમજાતું નથી. શરૂઆત હંમેશાં ધીમે-ધીમે કરવી. જરૂરી નથી કે ફૅન્સી જિમમાં જઈને જ શરૂઆત થઈ શકે. ઘરે પણ એ શરૂઆત તમે કરી શકો છો. 
વેઇટ-ટ્રેઇનિંગનો ખાસ કોઈ પર્યાય છે નહીં. સૂર્યનમસ્કાર, દોડવું, પુશ-અપ્સ, પ્લેન્ક વગેરે એક્સરસાઇઝ એવી છે જેમાં તમે તમારા શરીરના વજનનો જ ઉપયોગ તમારા સ્નાયુઓને સશક્ત બનાવવા માટે કરો છો. કોઈ પણ વ્યક્તિ જેણે જીવનમાં ક્યારેય વેઇટ-ટ્રેઇનિંગ કરી નથી તેણે પહેલાં આ પ્રકારની એક્સરસાઇઝથી શરૂઆત કરવી જોઈએ અને પછી ધીમે-ધીમે તે વેઇટ-ટ્રેઇ​નિંગ ચાલુ કરી શકે છે. વેઇટ-ટ્રેઇ​નિંગમાં પણ જરૂરી નથી કે તમારાં બાવડાં દેખાય. તમારે લીન બૉડી જ રાખવું હોય તો ઓછું વજન ઉપાડવું પરંતુ રિપીટેશન વધુ કરવાં. જેમ કે હાથની એક્સરસાઇઝ કરતા હો તો બન્ને હાથ પર ક્ષમતા મુજબ ઓછા ૨-૫-૧૦ કિલો વજનથી શરૂ કરી શકાય. વધુ વજનથી ૧૦ વાર રિપીટ કરાતી એક્સરસાઇઝ કરતાં ઓછા વજન સાથે એ જ એક્સરસાઇઝ ૨૦ વાર કરો જેથી રિઝલ્ટ મળશે અને સ્નાયુ ફૂલેલા નહીં લાગે.
પહેલાંના લોકો દરરોજ ઘણી મહેનત કરતા, સ્ત્રીઓ ઘરનાં એટલાં કામ કરતી કે રસોડાનાં કામ અને ઘરનાં કામમાં તેમના સ્નાયુઓ સશક્ત બની જતા. પુરુષો પણ ખૂબ ભાર ઉપાડતા. આજે હવે આપણે વધુ ને વધુ બેઠાડુ જીવન જીવીએ છીએ. જે લોકો વેઇટ-ટ્રેઇ​નિંગ નથી કરવા માગતા તેમણે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ એક કલાક માટે ચોક્કસ કરવી. ફક્ત ચાલવા જવું પૂરતું નથી. દરેક એક્સરસાઇઝમાં કેટલાક અંશે વેઇટ-ટ્રેઇ​નિંગ આવે જ છે - પછી એ યોગ હોય કે પીલાટેઝ, ઝુમ્બા હોય કે ઍરોબિક્સ. તમારા શરીરનો ભાર તો તમારે જ ઉપાડવાનો છે. આ સિવાય લાઇફસ્ટાઇલમાં થોડું પરિવર્તન લાવો. દરરોજનાં શાકભાજી અને ફળો કે કરિયાણું જાતે ઉપાડીને લાવો. ઘરનાં અને બહારનાં કામો જેટલાં થઈ શકે એટલાં જાતે જ કરો. કંઈ ન કરવા કરતાં કંઈ કરવું મહત્ત્વનું છે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK