Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દિવસમાં આઠ કલાકથી વધુ બેસી રહેવું કઈ રીતે મગજ માટે જોખમી નીવડી શકે?

દિવસમાં આઠ કલાકથી વધુ બેસી રહેવું કઈ રીતે મગજ માટે જોખમી નીવડી શકે?

Published : 27 April, 2026 01:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅનેડાની યૉર્ક યુનિવર્સિટીના સંશોધકોએ લાખો લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ જીવનશૈલી અને ડિમેન્શિયા વચ્ચેનું ડેન્જરસ કનેક્શન શોધી કાઢ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લાંબો સમય બેસી રહેવાની આદત મગજના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે એવું એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. કૅનેડાની યૉર્ક યુનિવર્સિટીના સંશોધકોએ એક નવો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મુજબ જે લોકો દિવસમાં ૮ કલાકથી વધુ સમય બેસીને વિતાવે છે તેમને ડિમેન્શિયા એટલે કે સ્મૃતિભ્રંશનું જોખમ લગભગ ૨૭ ટકા જેટલું વધી જાય છે. સંશોધકોએ ૩૫ વર્ષથી વધુ ઉંમરના લાખો લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ માટે અગાઉનાં ૬૯ જેટલાં સંશોધનોની સમીક્ષા કરવામાં આવી હતી. જે લોકો સતત લાંબો સમય બેસી રહે છે તેમના મગજના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાનું જણાયું છે.

જોકે નિયમિત કસરત કરવાથી ડિમેન્શિયાનું જોખમ સરેરાશ પચીસ ટકા જેટલું ઓછું થઈ શકે છે. આ રોગથી બચવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવા અત્યંત જરૂરી છે. બીજા નંબરે ઊંઘની ગુણવત્તા પણ મગજના સ્વાસ્થ્ય પર અસર કરે છે. જે લોકો રાત્રે ૭ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમનું જોખમ ૧૮ ટકા વધી જાય છે, જ્યારે ૮ કલાકથી વધુ સમય ઊંઘનારા લોકોમાં પણ આ જોખમ ૨૮ ટકા જેટલું વધેલું જોવા મળ્યું છે. સંશોધકોના મતે જે લોકો અન્ય સમયે સક્રિય હોય તો પણ જો તેઓ લાંબો સમય બેસી રહેતા હોય તો ડિમેન્શિયાનું જોખમ વધી શકે છે. આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે. હાલમાં વિશ્વભરમાં અંદાજે સાડાપાંચ કરોડ જેટલા લોકો ડિમેન્શિયા સાથે જીવી રહ્યા છે. ભવિષ્યમાં આ આંકડો વધવાની શક્યતા છે.



જીવનશૈલીમાં સુધારો કરીને ડિમેન્શિયાના ૪૫ ટકા કેસ અટકાવી શકાય છે અથવા એને મોડા કરી શકાય છે. શારીરિક પ્રવૃત્તિ અને સામાજિક રીતે જોડાયેલા રહેવું મગજ માટે ફાયદાકારક છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK