Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોલીસ મને સલામ ઠોકે છે કહેનારાને પોલીસે કાન પકડાવ્યા

પોલીસ મને સલામ ઠોકે છે કહેનારાને પોલીસે કાન પકડાવ્યા

Published : 27 April, 2026 11:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રીલ બનાવતી વખતે ભાન ભૂલેલા સલમાન ખાનની અક્કલ મુંબ્રા પોલીસ ઠેકાણે લાવી

પોલીસ વિશે અપમાનજનક કમેન્ટ કરનાર સલમાન ખાન

પોલીસ વિશે અપમાનજનક કમેન્ટ કરનાર સલમાન ખાન


મુંબ્રામાં ‘વાસ્તવ’ ફિલ્મના ડાયલૉગની કૉપી કરીને એક વ્યક્તિએ બનાવેલી રીલ વાઇરલ થઈ હતી. જોકે એ રીલમાં તેણે કહ્યું હતું કે પોલીસના સાહેબો મને સલામ કરે છે. તેના આવા બેજવાબદાર અને તુમાખીભર્યા વલણને દર્શાવતી એ રીલની મુંબ્રા પોલીસની નોંધ લીધી હતી અને ત્યાર બાદ તેની સામે કાર્યવાહી કરી તેનો માફી માગતા વિડિયોની રીલ બનાવીને સર્ક્યુલેટ કરાવી હતી.

ઇન્સ્ટાગ્રામ પર RNN ચૅનલ દ્વારા સર્ક્યુલેટ કરાયેલા એ વિડિયોમાં એ રીલ બનાવનાર સલમાન ખાન કહે છે, ‘અરે, હું મારા પોતાના જિગર પર આગળ વધ્યો છું, કોઈ મિનિસ્ટરે મને નથી બનાવ્યો. અરે, તારા પોલીસ-સ્ટેશનમાં જાઉં છું તો સાહેબ લોકો સલામ ઠોકે છે ઊભા રહીને, એ સમજાવ આને.’  




પોતાની ભૂલ સમજાયા બાદ માફી માગતો સલમાન ખાન

મુંબ્રા પોલીસને આ રીલ વાઇરલ થઈ હોવાની ખબર પડતાં તેમણે એ રીલ બનાવનાર સલમાન ખાનને ઝડપી લીધો હતો અને ત્યાર બાદ તેનો માફી માગતો વિડિયો બનાવડાવીને વાઇરલ કર્યો હતો. એમાં બે હાથ જોડીને માફી માગતાં સલમાન ખાન કહે છે, ‘હું એ વિડિયો માટે માફી માગું છું. હું મારી ભૂલ કબૂલ કરું છું. હવેથી હું આવો કોઈ વિડિયો નહીં બનાવું. મુંબ્રાના રહેવાસીઓને મારી વિનંતી છે કે તમે પણ આવો કોઈ વિડિયો ન બનાવતા. મારી ભૂલ થઈ. હું માફી માગું છું, મને માફ કરો.’


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK