ફ્લર્ટ એટલે નૉર્મલ કરતાં વધારે સારી રીતે કે વધારે પડતું લળીને વાત કરવી અને એવું કરીને સામેવાળાને સ્પેશ્યલ ફીલ કરાવવું
પ્રતીકાત્મક તસવીર
આ અહીં હેડિંગમાં જે સવાલ કર્યો એ સવાલ હમણાં થોડા સમય પહેલાં કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરતા એકત્રીસ વર્ષના યંગસ્ટરે પૂછ્યો. પૂછનાર પુરુષ હતો. આ પ્રશ્ન તેણે પોતાની ગર્લફ્રેન્ડ માટે પૂછ્યો હતો. સ્વાભાવિક રીતે કોઈને પણ નવાઈ લાગે કે આવો પ્રશ્ન છોકરા માટે પુછાવો જોઈએ, છોકરી ક્યારેય ફ્લર્ટ નથી કરતી હોતી. પણ આ માન્યતા છે. છોકરીઓ પણ ફ્લર્ટ કરતી હોય અને એમાં કશું ખોટું પણ નથી. ફ્લર્ટ વિશે વધારે વાત કરતાં પહેલાં એ જાણવું જોઈએ કે ફ્લર્ટ એટલે ખરેખર શું અને એના ફાયદાઓ શું હોય છે.
ફ્લર્ટ એટલે નૉર્મલ કરતાં વધારે સારી રીતે કે વધારે પડતું લળીને વાત કરવી અને એવું કરીને સામેવાળાને સ્પેશ્યલ ફીલ કરાવવું. કોઈને પણ સ્પેશ્યલ ફીલ કરાવો એ સારી વાત છે અને એનો સીધો ફાયદો એ છે કે તમે જેને સ્પેશ્યલ ફીલ કરાવો છો તેનું પણ તમને સ્પેશ્યલ અટેન્શન મળવા માંડે છે. આમાં કશું ખોટું નથી, પણ જો આવું કરાવતી વખતે મનમાં એ જ ભાવ હોય કે અંગત રીતે સ્પેશ્યલ ફીલ મળે તો એ ખરાબ છે. આ પ્રકારની ફીલ સમય જતાં એક આદત બનવા માંડે અને આદત બને એટલે સતત ફ્લર્ટ કરતા રહેવાની માનસિકતા પણ ડેવલપ થવા માંડે. ફ્લર્ટ એ બીમારી નથી. એ તંદુરસ્ત સ્વભાવની નિશાની હોઈ શકે, પણ સતત ફ્લર્ટ કરવું અને દરેક સાથે ફ્લર્ટ કરતાં રહેવું એ બીમારી ચોક્કસ છે. ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે સતત ફ્લર્ટ કરતાં રહેવાની બીમારીથી પીડાતી વ્યક્તિઓ એક તબક્કે સામેની વ્યક્તિનું સ્તર કે તેનું સ્ટેટસ પણ નોટિસ નથી કરતી અને કોઈની પણ સાથે ફ્લર્ટી કહેવાય એવી સ્ટાઇલમાં વાત કરવા લાગે છે. જાણીને નવાઈ લાગશે પણ છેલ્લાં પાંચેક વર્ષમાં ફ્લર્ટ કરવાની માનસિકતા છોકરીઓમાં વધવા માંડી છે અને આંકડાકીય રીતે પણ એ પ્રૂવ થયું છે.
ADVERTISEMENT
આવું થવાનું કારણ પણ સમજવા જેવું છે. જ્યારે વ્યક્તિને પોતાના જ પ્રિયજન કે અંગત વ્યક્તિ પાસેથી ઇમ્પોર્ટન્સ મળતું બંધ થાય ત્યારે તે બહારની વ્યક્તિ પાસે એ મેળવવાની અપેક્ષા રાખવા માંડે અને એ દિશામાં અજાણતાં જ પ્રયત્નો શરૂ કરે, રિઝલ્ટ જોઈતું મળતું દેખાય એટલે પછી થતા એ પ્રયાસો નિયમિત બને અને ધીમે-ધીમે ફ્લર્ટનેસ સ્વભાવમાં ભળવા માંડે. જો તમારી નજીકની કોઈ વ્યક્તિનો સ્વભાવ પણ આ પ્રકારનો થઈ ગયો હોય તો જાગવાનું તમારે છે. અફકોર્સ, તેણે પણ સ્વભાવમાં સુધારો તો કરવો જ રહ્યો પણ સાથોસાથ જે-તે નજીકની વ્યક્તિએ સ્વભાવ બદલીને વ્યક્તિને મહત્ત્વ આપતાં શીખવું રહ્યું.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)