Mukesh Ambani at MahaKumbh 2025: મહાકુંભમાં પહોંચ્યા બાદ અંબાણી પરિવારે સંગમમાં બોટિંગની મજા માણી હતી. મુકેશ અંબાણી પરિવાર સાથે 3 વાગ્યે અહીં પહોંચ્યા અને ત્યાંથી ત્રિવેણી સંગમ જવા નીકળ્યા હતા. તેમની સાથે ટીમના 30 સભ્યો પણ હાજર હતા.
પરિવાર સાથે મહાકુંભમાં મુકેશ અંબાણીએ કરી પૂજા
મુકેશ અંબાણીએ તેમનાં માતા કોકિલાબેન, દીકરાઓ આકાશ અને અનંત, પુત્રવધૂ શ્લોકા અને રાધિકા, પૌત્ર પૃથ્વી અને વેદ, બહેનો દિપ્તી સલગાંવકર અને નીના કોઠારી પણ સંગમમાં પવિત્ર સ્નાન માટે જોડાયાં હતા. તેમની સાથે મુકેશ અંબાણીના સાસુ પૂર્ણિમાબેન દલાલ અને ભાભી મમતાબેન દલાલ પણ હાજર હતાં. નિરંજની અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરીજી મહારાજે ગંગા પૂજા કરી. ત્યાર બાદ મુકેશ અંબાણી પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજને મળ્યા હતા. અહીં આશ્રમ ખાતે અંબાણી પરિવારે મીઠાઈઓ અને લાઈફ જેકેટનું વિતરણ કર્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની `તીર્થ યાત્રી સેવા` દ્વારા મહાકુંભ યાત્રાળુઓની સેવા કરી રહી છે, જે યાત્રાળુઓની મુસાફરીને સહેલી બનાવવા અને તેમની સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે એક પહેલ છે. `વી કૅર` ફિલસૂફી દ્વારા માર્ગદર્શન મેળવીને, રિલાયન્સ યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન (અન્ન સેવા) અને વ્યાપક આરોગ્યસંભાળથી લઈને સલામત પરિવહન અને કનેક્ટિવિટી સુધીની સેવાઓની પૂરી પાડી રહી છે. કંપની દ્વારા અન્ય સુવિધાજનક પગલાંમાં ઘાટ પર સલામતી, આરામદાયક આરામ ક્ષેત્રો, સ્પષ્ટ નેવિગેશન અને રખેવાળ (પ્રશાસન, તેમજ પોલીસ અને લાઈફ ગાર્ડ્સ) ને મદદ વગરે પૂરી પાડવામાં આવે છે.
ADVERTISEMENT
View this post on Instagram
પ્રયાગરાજમાં ચાલી રહેલા ભવ્ય મહાકુંભ મેળામાં નેતા, અભિનેતાઓથી માંડીને હવે ઉદ્યોગ જગતના દિગ્ગજો પણ સામેલ થઈને આદ્યાત્મિક અનુભવ લઈ રહ્યાં છે. 11 ફેબ્રુઆરી મંગળવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, માતા કોકિલાબેન અંબાણી, પત્ની નીતા અંબાણી, બન્ને દીકરા આકાશ અને અનંત અંબાણી અને તેમની વહુઓ સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. અંબાણી પરિવાર સાથે ટીમના 30 સભ્યો પણ સામેલ હતા.
અંબાણી પરિવાર બપોરે 3 વાગ્યાની આસપાસ પ્રયાગરાજ પહોંચ્યો હતો. તેઓ છ ચાર્ટર પ્લેન દ્વારા બપોરે 3 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ આવ્યા હતા. અંબાણી પરિવાર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાનમાં પણ સામેલ થયા હતા. આ પછી તેઓ નિરંજની સેક્ટર 9 સ્થિત પીઠાધીશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીની શિબિરમાં ભોજન સેવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્વામી કૈલાશાનંદે જણાવ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મદદથી તેમના કેમ્પમાં ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે.
મહાકુંભમાં પહોંચ્યા બાદ અંબાણી પરિવારે સંગમમાં બોટિંગની મજા માણી હતી. અંબાણી પરિવાર 3 વાગ્યે અહીં પહોંચ્યો અને ત્યાંથી ત્રિવેણી સંગમ જવા નીકળ્યો હતો. તેમની સાથે ટીમના 30 સભ્યો પણ હાજર હતા. સ્વામી કૈલાશાનંદએ કહ્યું કે તેમના કેમ્પમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મદદથી ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે. આ ભંડારામાં મુકેશ અંબાણી ભક્તોને ભોજન પણ પીરસશે એવું કહેવામાં આવી રહ્યું છે અને તેમણે અહીંના ખલાસીઓ અને સફાઈ કામદારોને પણ ભેટ આપી. અંબાણી પરિવાર અહીં થોડો સમય સંતો-મુનિઓ સાથે રહ્યા બાદ તે મુંબઈ પહોંચશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)