Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ટેનિસ એલ્બોનો યોગિક ઉકેલ શું?

ટેનિસ એલ્બોનો યોગિક ઉકેલ શું?

24 November, 2021 04:49 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તમને જો યાદ હોય તો સચિન તેન્ડુલકરની ૨૦૦૪માં ક્રિકેટની કારકિર્દી દાવ પર મુકાઈ ગઈ હતી અને તે ઑલમોસ્ટ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. એકમાત્ર ટેનિસ એલ્બો નામની તકલીફને કારણે. સ્પોર્ટ્સમૅનમાં વિશેષ જોવા મળનારી આ તકલીફ હવે કૉમનમૅનમાં પણ સામાન્ય બનતી જાય છે.

હાથમાં એક રૂમાલ, નૅપ્કિન કે  સૉફ્ટ બૉલ રાખીને ધીમે-ધીમે આંગળીઓ ભેગી કરીને મુઠ્ઠી વાળવાના પ્રયાસ સાથે એને દબાવો, પછી ઢીલું છોડો, પાછું દબાવો, પાછું ઢીલું છોડો. આ અભ્યાસ દિવસમાં બેથી ત્રણ વાર ૨૦-૨૦ વખત કરી શકાય.

હાથમાં એક રૂમાલ, નૅપ્કિન કે સૉફ્ટ બૉલ રાખીને ધીમે-ધીમે આંગળીઓ ભેગી કરીને મુઠ્ઠી વાળવાના પ્રયાસ સાથે એને દબાવો, પછી ઢીલું છોડો, પાછું દબાવો, પાછું ઢીલું છોડો. આ અભ્યાસ દિવસમાં બેથી ત્રણ વાર ૨૦-૨૦ વખત કરી શકાય.


તમને જો યાદ હોય તો સચિન તેન્ડુલકરની ૨૦૦૪માં ક્રિકેટની કારકિર્દી દાવ પર મુકાઈ ગઈ હતી અને તે ઑલમોસ્ટ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. એકમાત્ર ટેનિસ એલ્બો નામની તકલીફને કારણે. સ્પોર્ટ્સમૅનમાં વિશેષ જોવા મળનારી આ તકલીફ હવે કૉમનમૅનમાં પણ સામાન્ય બનતી જાય છે. તમારી કોણીના ભાગમાં દુખાવો થવો, બળતરા થવી, ગ્રિપના અભાવને કારણે હાથમાં કોઈ વસ્તુ પકડી ન શકાય જેવાં લક્ષણો ધરાવતા આ પ્રૉબ્લેમ સાથે કેવી રીતે ડીલ કરશો એ જાણીએ...

રુચિતા શાહ
ruchita@mid-day.com    
લેટરલ એપિકોન્ડિલાઇટિસ આ મેડિકલ નામ અને સામાન્ય ભાષામાં ઓળખાય છે ટેનિસ એલ્બો તરીકે. આ નામ એટલા માટે પડ્યું, કારણ કે ટેનિસ પ્લેયર દ્વારા હાથની એક જ પ્રકારની મૂવમેન્ટને કારણે કોણીના સ્નાયુઓ અને સાંધાને ડૅમેજ થવાનું વધુ બનતું હતું એટલે એ રમત પરથી જ બોલચાલની ભાષામાં આ સમસ્યા ટેનિસ એલ્બો તરીકે ઓળખાય છે. ૨૦૧૯માં એક મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં સચિન તેન્ડુલકરે કહેલું કે તેના જીવનનો સૌથી વધુ કઠિન સમય હતો ૨૦૦૪નો, જ્યારે તેને ટેનિસ એલ્બોની તકલીફ એક્સ્ટ્રીમ પહોંચી ગઈ હતી. સચિન કહે છે, ‘એ એવો તકલીફદાયી ફેઝ હતો કે હું ઊભો થઈને દરવાજાના હૅન્ડલથી લૉક પણ નહોતો ખોલી શકતો. પ્લાસ્ટિકના બૅટને પકડવામાં પણ મને અસહ્ય તકલીફ થઈ રહી હતી. મારી કરીઅર આ રીતે ખતમ થઈ જશે એની ચિંતાએ મારી રાતોની ઊંઘ ખરાબ કરી નાખી હતી. શક્ય હતા એવા બધા ઇલાજ કરી જોયા, પણ એકેય વસ્તુ કામ ન આવી અને છેલ્લે સર્જરી એક જ પર્યાય બચ્યો હતા.’
૨૦૦૫માં સચિનની સર્જરી થઈ એ પછી નાગપુરમાં યોજાયેલી શ્રીલંકા સાથેની મૅચમાં ભારતીય ટીમમાં સચિન પણ હતો. એ પછી પણ તેણે અનેક નવા રેકૉર્ડ બનાવ્યા હતા. ટેનિસ એલ્બો જે જોનારને ખૂબ સામાન્ય લાગતી તકલીફ છે, પણ આ સ્તરનું પેઇન આપી શકે અને વ્યક્તિને ઘણીબધી બાબતોમાં પરવશ બનાવી શકે છે ત્યારે જાણીએ કે શું છે આ ટેનિસ એલ્બો, શા માટે થાય આ સમસ્યા અને એનો ઉપાય શું?
સમજીએ સમસ્યાને
ટેનિસ એલ્બો એટલે કોણીના ભાગમાં આવેલા સ્નાયુઓ નબળા પડવા, એ હાડકાના સાંધા વચ્ચે રહેલા ટેન્ડેન નામનો ભાગ ઘસાવો, એના સોજા ચડવા. અલાઇનમેન્ટ સ્પેશ્યલિસ્ટ હાર્દિક મહેતા અહીં કહે છે, ‘જ્યારે પણ તમે એક જ સ્નાયુઓનો વધુપડતો ઉપયોગ કરો અથવા એનો ખોટી રીતે ઉપયોગ કરો અથવા એની આસપાસના સ્નાયુઓનો બિલકુલ ઉપયોગ ન કરો ત્યારે ટેનિસ એલ્બોની સમસ્યા થાય છે. કોણી અને હાથના કાંડાના ભાગના સ્નાયુઓ અને એના હાડકાના એક જ પ્રકારની મુવમેન્ટ્સ દ્વારા અતિઉપયોગને કારણે તો ક્યારેક કોઈક ઇન્જરીને કારણે ત્યાં અતિશય દુખાવો થવો, હાથ હલાવવામાં તકલીફ થવી, ડે ટુ ડે કામ ન થઈ શકે, બળતરા થવી, હાથની ગ્રિપ ઓછી થઈ જવી, સોજા આવવા જેવાં લક્ષણો દેખાતાં હોય છે. તમારી કોણીની ઍનૅટૉમી સમજશો તો આ વાત આસાનીથી સમજાશે. તમારી કોણી ત્રણ હાડકાંથી બનેલી છે, અપર આર્મ જેને હ્યુમરસ બોન કહેવાય અને તમારા ફોર આર્મ રેડિયસ અને અલ્ના આ બે હાડકાથી બનેલા છે. હ્યુમરસ બોનના નીચલા ભાગમાં ગોળાકાર ફૂલેલા બમ્પ જેવો ભાગ હોય છે જેને એપિકોન્ડાઇલ કહેવાય છે જ્યાંથી ફોર આર્મના 
કેટલાક મસલ્સની શરૂઆત થાય છે. આ જ હાડકાના સાઇડના ભાગને એટલે કે લેટરલ ભાગને લેટરલ એપિકોન્ડાઇલ કહે છે. દરેક હાડકાં અને સ્નાયુઓને જોડતો એક ભાગ હોય છે એને ટેન્ડેન કહેવાય છે. ટેનિસ એલ્બોમાં આ ટેન્ડેન અથવા સ્નાયુઓમાં ઘસારાને કારણે સોજો આવતો હોય છે. માત્ર સ્પોર્ટ્સમૅનને જ નહીં, ડેસ્ક જૉબ કરનારાઓને, ગૃહિણીઓને રસોડામાં એકની એક મૂવમેન્ટ કરવાથી, કોઈ ઇન્જરીને કારણે, સૂવાની ખોટી રીતને કારણે થઈ શકે. મારી એક સ્ટુડન્ટ છે તે પોતાના ડૉગને રોજ બહાર 
ટહેલવા લઈ જાય. હવે ડૉગ  ચેઇનને ખેંચે એને કારણે તેનો હાથ અમુક રીતે સતત ખેંચાયેલો રહેવાથી તેને ટેનિસ એલ્બોની સમસ્યા થઈ હતી. જો તેનું પ્રેશર વધે તો આગળ જતાં ઇન્જરી વધી પણ શકે અને પેઇન પણ ધાર્યા કરતાં અનેકગણો વધારે થઈ શકે.’
ટ્રીટમેન્ટમાં શું?
ટેનિસ એલ્બોની ટ્રીટમેન્ટ તમને પેઇન કેટલું તીવ્ર છે અને તમારી મોબિલિટી કયા સ્તરે ડિસ્ટર્બ થઈ છે એના પર આધાર રાખે છે. હાર્દિક મહેતા કહે છે, ‘જો પેઇન બહુ વધારે હોય તો કોઈ એક્સરસાઇઝ ન કરાય. આરામ એ એકમાત્ર ઉપાય હોય છે શરૂઆતમાં. સાથે આઇસ-પૅક, જેલ અને અમુક પ્રકારના બ્રેસ, અલ્ટ્રાસાઉન્ડ ટ્રીટમેન્ટ વગેરે આવતાં હોય છે જે ડૉક્ટર્સ રેકમન્ડ કરતા હોય છે. બ્રેસ તમારા હાથની મોબિલિટીને લિમિટેડ કરી નાખે છે. મોટા ભાગે ટેનિસ એલ્બો જે હાથ તમારો ડોમિનન્ટ હોય એટલે ધારો કે ડાબોડી હશે તો તેની ડાબી કોણીમાં અને જમણા હાથથી જ બધાં કામ કરનારાઓમાં જમણા હાથમાં જ થવાથી એની મૂવમેન્ટને કન્ટ્રોલમાં રાખવી વ્યક્તિને અઘરી લાગતી હોય છે. આ જ કારણસર વ્યક્તિ અસહાય પણ વધુ મહેસૂસ કરે છે, કારણ કે તેનાં ઘણાં કામ અટકી પડતાં હોય છે જેમાં હાથ સંકળાયેલો હોય. યોગ અને અન્ય ફિઝિયોથેરપીની કસરતમાં કોણીની આસપાસના મસલ્સને સ્ટ્રેંગ્થ આપવાના, એની ક્ષમતાને વધારવાના પ્રયાસ થતા હોય છે. બહુ જ સંભાળીને કોઈક થેરપિસ્ટની હાજરીમાં કસરત કરવી અનિવાર્ય હોય છે, કારણ કે તમારા કાંડાની ખોટી પોઝિશનને કારણે કે ખોટી જગ્યાએ દબાણ અપાય તો પરિસ્થિતિ સુધારવાને બદલે બગાડી પણ શકે છે. હથેળી પર દબાણ આવતું હોય એવો કોઈ પણ યોગનો અભ્યાસ કરો તો હાથના કાંડાને તટસ્થ એટલે કે ન્યુટ્રલ રાખવો જરૂરી છે. ટ્રીટમેન્ટમાં મસલ્સ સ્ટિમ્યુલેટિંગ પ્રૅક્ટિસિસ પણ ઉપયોગી છે.’



આ ટ્રાય કરો


અલાઇનમેન્ટ સ્પેશ્યલિસ્ટ અને યોગશિક્ષક હાર્દિક મહેતા પાસેથી જાણીએ કેટલીક સિમ્પલ અને ટેનિસ એલ્બોમાં રાહત આપે એવા અભ્યાસ.


તમારા હાથના પંજાને આ રીતે બીજા હાથની મદદથી પાછળની તરફ તસવીરમાં દેખાડ્યું છે એ રીતે અલગ-અલગ પ્રકારનું ખેંચાણ આપી શકાય.

બ્લૉક્સ પર કોણીને સપોર્ટ આપીને તસવીરમાં દર્શાવ્યું છે એ રીતે માર્જરાસન કરી શકાય.

જાણે તમે પાણી ભરેલો નાનકડો નૅપ્કિન નિચોવી રહ્યા હો એ રીતે હાથમાં રાખીને એને વિરુદ્ધ દિશામાં વાળવાનો અભ્યાસ પણ તમારા હાથના સ્નાયુઓની ક્ષમતા વધારશે.

જેમને દુખાવો વધારે હોય એ લોકો આ રીતે દીવાલની સામે ઊભા રહીને હાથને ચત્તા દીવાલ પર રાખીને દીવાલને ધક્કો મારતા હોય એ રીતે હલકું-હલકું દબાણ દીવાલ પર આપી શકે.

જેમને ટેનિસ એલ્બોની માઇલ્ડ અસર હોય એ લોકો આ રીતે જિમમાં વપરાતા બાર ઉપયોગ કરીને પણ પ્લેન્ક પોશ્ચર કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 04:49 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK