વેલનેસ વાઇઝના પાંચમા એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અક્ષય મહેતા. અમારી સાથેની આ મુલાકાતમાં ડૉ. અક્ષય મહેતાએ હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ, તેના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે રસપ્રદ ચર્ચા કરી. આ મુલાકાતમાં તેમણે હાર્ટ અટૅક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત ,હાર્ટ અટૅકના સંકેતો , કયા ખાધ્ય પદાર્થો અટૅકની સારવારમાં અને તેને રોકવામાં મદદરૂપ થઈ શકે છે જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો. સાથે જ જીવનશૈલી સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને પણ ખૂબ જ રસપ્રદ ચર્ચા તેમણે કરી છે. જુઓ આ ખાસ મુલાકાત ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અને ગુજરાતી મિડ-ડેના યુટ્યુબ પર.