Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > "પ્લીઝ અને થેન્કયુને ખિસ્સામાં મૂકો" તમારી વિનમ્રતાએ ચૅટજીપીટીના કરોડો ફૂંક્યા

"પ્લીઝ અને થેન્કયુને ખિસ્સામાં મૂકો" તમારી વિનમ્રતાએ ચૅટજીપીટીના કરોડો ફૂંક્યા

Published : 22 April, 2025 04:15 PM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sam Altman on polite ChatGPT prompts: શું તમે પણ ચૅટજીપીટી સાથે વાત કરતી વખતે `Please` અને `Thank You` જેવા નમ્ર શબ્દોનો ઉપયોગ કરો છો? પરંતુ તમારી વિનમ્રતાને કારણે OpenAI ને દર વર્ષે વીજળીના બિલમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

સૅમ ઑલ્ટમેનનું ટ્વિટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

સૅમ ઑલ્ટમેનનું ટ્વિટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


શું તમે પણ ચૅટજીપીટી સાથે વાત કરતી વખતે `Please` અને `Thank You` જેવા નમ્ર શબ્દોનો ઉપયોગ કરો છો? તો તમને જાણીને નવાઈ લાગશે કે તમારા જેવા ઘણા લોકો છે. ઘણા લોકો AI સાથે ચૅટ કરતી વખતે વિનમ્રતા બતાવે છે. પરંતુ તમારી વિનમ્રતાને કારણે OpenAIને દર વર્ષે વીજળીના બિલમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. ઓપન એઆઈના સીઈઓ સૅમ ઑલ્ટમેને તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે ચેટજીપીટી સાથે નમ્રતાપૂર્વક વાત કરવાને કારણે, કંપનીને દર વર્ષે લાખો કરોડો રૂપિયાના વીજબિલ ચૂકવવા પડે છે.


એક સોશિયલ મીડિયા યુઝરે મજાકમાં સૅમ ઑલ્ટમેનને પ્રશ્ન પૂછ્યો કે યુઝર્સના `Please` અને `Thank You` લખવાથી શું કંપનીને વધુ ખર્ચ આવે છે? લોકો ચૅટ કરતી વખતે `Please` અને `Thank You` લખે છે, તો શું તે કંપનીનો વીજળી વપરાશ વધારે છે? આના જવાબમાં ઑલ્ટમેને કહ્યું કે હા, અને નાનો-મોટો ખર્ચો નહીં, કરોડોનો ખર્ચો.



આટલો બધો ખર્ચ કેમ થઈ રહ્યો છે?
જ્યારે પણ તમે ચૅટજીપીટી સાથે વાત કરો છો, ત્યારે પાવરફુલ કમ્પ્યુટર સિસ્ટમ દરેક શબ્દ પર પ્રક્રિયા કરવા માટે પ્રોસેસ ચાલુ કરે છે. આ સિસ્ટમ ચલાવવા માટે વીજળીની જરૂર પડે છે. આ સાથે, તેમને ઠંડુ રાખવા માટે ભારે કૂલિંગ સિસ્ટમ્સ પણ ચલાવવી પડે છે. એટલે જ્યારે લાખો લોકો AI સાથે ચૅટ કરે છે, ખાસ કરીને `Please` અને `Thank You` લખે છે, ત્યારે તેનો કુલ વીજળી ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે.

પેઇડ યુઝર્સ માટે વધુ ખર્ચાળ
જે લોકો ચૅટજીપીટીના પેઇડ વર્ઝનનો ઉપયોગ કરે છે, તેમના માટે દરેક શબ્દની કિંમત અલગ હોય છે. આમા `પ્લીઝ` અથવા `થેન્ક યુ` જેવા શબ્દોનો પણ સમાવેશ થાય છે. કારણકે આ સિસ્ટમ ટોકન આધારિત બિલિંગ પર કામ કરે છે. આનો અર્થ એ થાય કે શબ્દો જેટલા વધુ, તેટલો વધુ ખર્ચ. AIની દુનિયામાં, પ્લીઝ અને થેન્ક યુ જેવા શબ્દો પણ કંપનીના કુલ ખર્ચમાં વધારો કરે છે. પરંતુ આ દર્શાવે છે કે માણસો હવે મશીનોની પણ માણસોમાં જ ગણતરી કરે છે.

એવા કયા ટાસ્ક છે જે ચૅટજીપીટી નથી કરી શકતું? તાજેતરમાં જ AI દ્વારા સર્જાયેલ ઇમેજ (AI Generated Image) સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. ખાસ કરીને, સ્ટુડિયો ગીબલી (Studio Ghibli) ઇમેજ લોકોમાં ખૂબ લોકપ્રિય બની હતી. AI એ બનાવેલી આ કલાત્મક તસવીરોમાં હાયાઓ મિયાઝાકી (Hayao Miyazaki)ની પ્રખ્યાત ફિલ્મોની ઝલક જોવા મળી હતી, જેમાં કાલ્પનિક દૃશ્યો, ભવ્ય લૅન્ડસ્કેપ અને ઍક્સપ્રેસિવ આંખો ધરાવતા પાત્રો સામેલ હોય છે. ChatGPT એ એઆઈ-જનરેટેડ ઇમેજ (AI-Generated Image) બનાવવા માટે એક નવું ફીચર લૉન્ચ કર્યું હતું, જે Studio Ghibli જેવી મનમોહક ઇમેજ તૈયાર કરી શકે. માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ (Text Prompt) દ્વારા લોકો ખૂબ સરળતાથી આકર્ષક દૃશ્યો અને પાત્રો બનાવી સોશિયલ મીડિયા પર શૅર કરતાં હતાં. અમિતાભ બચ્ચનથી માંડીને દેવેન્દ્ર ફડણવીસ સુધી, દરેકે આ ટ્રેન્ડમાં ભાગ લીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2025 04:15 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK