° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


હરતીફરતી તિજોરી જેવું કામ આપશે આ લાઇફપૉડ

19 July, 2021 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જે વૉટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ અને બિલ્ટ-ઇન લૉક સિસ્ટમ ધરાવે છે. લગભગ ૧ કિલો જેટલો સામાન ભરેલો હોય એમ છતાં આ વૉલેટ પાણીમાં તરતું રહે છે અને એનું બહારનું આવરણ મજબૂત છતાં ફ્લૅક્સિબલ છે કે એની પર ભારેખમ વજન છતાં અંદરની ચીજો જળવાય છે

હરતીફરતી તિજોરી જેવું કામ આપશે આ લાઇફપૉડ

હરતીફરતી તિજોરી જેવું કામ આપશે આ લાઇફપૉડ

ક્યાંક હોલિડે પર ગયા હોઈએ, સાઇટ સીઇંગ કરવાનું હોય, પાણીમાં કે પહાડોમાં ફરવાનું હોય ત્યારે પણ સાથે બેસિક જરૂરિયાતોવાળું પાઉચ તો રાખવું જ પડે. ભલે બીજું બધું જ તમે હોટેલના રૂમમાં કે લૉકરમાં મૂકીને જાઓ, પરંતુ મોબાઇલ, ચાવી, પર્સ, પૈસા જેવી ચીજો માટે એક હૅન્ડબૅગ તો રાખવી જ પડે. સ્વિમિંગપૂલમાં કે દરિયામાં જતી વખતે આ હૅન્ડપર્સને પણ બહુ સાચવવું પડે. જોકે વૉલ્ટેક દ્વારા એક સેફ્ટી વૉલેટ લૉન્ચ કરવામાં આવ્યું છે જે આઉટડોર્સ ફરતી વખતે તમારા કિંમતી સામાનને તિજોરી જેવી સેફ્ટી સાથે સાચવી શકે છે. લાઇફપૉડ નામનું આ પાઉચ ઍરટાઇટ અને વેધર-રેઝિસ્ટન્ટ છે. બિલ્ટ-ઇન લૉક એની અંદર  છે. વૉલ્ટેકની ખૂબ કાળજીભરી રીતે બનાવેલી સેફ ટેક્નૉલૉજીને કારણે એની પર વજન આવે કે ઉપરથી નીચે પડે તોપણ ઍન્ટિ-ઇમ્પૅક્ટ ફીચરને કારણે કોઈ જ નુકસાન નથી થતું. ટચ પૅડવાળું કીપૅડ જેનાથી તમે આ વૉલેટને માસ્ટર કોડ દ્વારા લૉક કે અનલૉક કરી શકો છો. 
એકદમ હળવા વજનના મટીરિયલથી બનેલા આ પર્સને અંદર અને બહારથી રબરનું સીલ છે. એન્વાયર્નમેન્ટ IP-65 રેટિંગ મુજબ એ ઍરટાઇટ, ડસ્ટપ્રૂફ અને વૉટરપ્રૂફ છે. લગભગ એક કિલો જેટલું વજન ભરેલું હોય તો પણ આ વૉલેટ પાણીમાં તરતું રહી શકે છે એવો કંપનીનો દાવો છે. 
જો તમારે આ વૉલેટને માત્ર વેધર-રેઝિસ્ટનટ પૉકેટની જેમ વાપરવું હોય તો બૅટરીની જરૂર નથી, પણ જો લૉક સિસ્ટમનો ઉપયોગ કરવો હોય તો નવ વૉલ્ટની આલ્કલાઇન બૅટરી એમાં મૂકેલી છે જે એક વર્ષ સુધી કામ આપે છે. બૅટરીને રિચાર્જ કરવા માટે માઇક્રો-યુએસબી પોર્ટ પણ છે. બ્લૅક, ડાર્ક બ્લુ, ગ્રે, વાઇટ, આસમાની બ્લુ, પિન્ક, કથ્થઈ, ઓરૅન્જ એમ સાત રંગોમાં અવેલેબલ છે. 
ક્યાં મળશે?
aliexpress, amazon અને safeandvaultstore પરથી ઑનલાઇન મગાવી શકાય
કિંમતઃ ૧૧૪ અમેરિકન કૉલર એટલે કે લગભગ ૮,૫૦૦ રૂપિયા 

વૉલેટની ખાસિયત શું?
 ભારે વજન મૂકવા છતાં અંદરની ચીજોને પ્રોટેક્ટ કરે છે
 ઉપરથી નીચે પડવા છતાં અંદરની ચીજોને શૉકપ્રૂફ રાખે છે
 પાણીમાં પડ્યા પછી પણ અંદરનો સામાન કોરોકટ રાખે છે 
 સાઇડબૅગની જેમ લટકાવી શકાય એવા પાઉચની સાથે મળે છે

19 July, 2021 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

નવા નામ સાથે કંપનીને રિબ્રાન્ડ કરવાની ફેસબુકની તૈયારી: રિપોર્ટ

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરે કંપનીના કનેક્ટ કોન્ફરન્સમાં નામ જાહેર કરે તેવી સંભાવના છે.

20 October, 2021 12:42 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

ઍપલ ક્યારે લૉન્ચ કરશે આ ફીચર્સ?

આઇઓએસ 15માં શૅરપ્લે, ડિજિટલ લેગસી, ડિજિટલ લાઇસન્સ, યુનિવર્સલ કન્ટ્રોલ અને ઍરપૉડ્સ માટે ફાઇન્ડ માય નેટવર્કનો સમાવેશ નથી કરવામાં આવ્યો; જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે

16 October, 2021 03:04 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

વિન્ડોઝ 11 લૉન્ચ તો થઈ ગયું, પણ એ કેવી રીતે ઇન્સ્ટૉલ કરી શકાશે એ જાણો

માઇક્રોસૉફ્ટ દ્વારા હાલમાં જ વિન્ડોઝ 11 રિલીઝ કરવામાં આવ્યું છે. ઘણા ડેવ અને બીટા બિલ્ડ બાદ એને યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવ્યું છે

08 October, 2021 12:36 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK