Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલધડક સેમી-ફાઇનલમાં અંગ્રેજોને હરાવીને ઘરભેગા કર્યા ટીમ ઇન્ડિયાએ

દિલધડક સેમી-ફાઇનલમાં અંગ્રેજોને હરાવીને ઘરભેગા કર્યા ટીમ ઇન્ડિયાએ

Published : 06 March, 2026 09:25 AM | Modified : 06 March, 2026 09:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઇએસ્ટ ૪૯૯ રનવાળી T20 વર્લ્ડ કપ મૅચ રમાઈ વાનખેડે સ્ટેડિયમમાં, જેકબ બેથલની સદી એળે ગઈ, સંજુ સૅમસન ૮૯ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો, અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ૮ માર્ચે ન્યુ ઝીલૅન્ડ સામે ટાઇટલ ડિફેન્ડ કરવા ઊતરશે ભારત

વિકેટની ઉજવણી કરતી ભારતીય ટીમ

વિકેટની ઉજવણી કરતી ભારતીય ટીમ


કી હાઇલાઇટ્સ

  1. સેમી-ફાઇનલના થ્રિલર જંગમાં અંગ્રેજો સામે ટીમ ઇન્ડિયાએ ફરકાવ્યો જીતનો પરચમ
  2. અક્ષર પટેલે પકડેલો હૅરી બ્રૂકનો અફલાતૂન કૅચ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો
  3. ૨૫૩નો તોતિંગ સ્કોર ખડક્યા પછીયે માત્ર ૭ રનથી જીત્યું ભારત

મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમી-ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડ સામે ભારતે ૭ રનથી દિલધડક જીત મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ભારતીય ટીમે ઓપનર સંજુ સૅમસનની ૮૯ રનની જોરદાર ઇનિંગ્સના દમ પર T20 વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચોનો હાઇએસ્ટ ૭ વિકેટે ૨૫૩ રનનો સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમે પણ જેકબ બેથલની સદીના આધારે ૭ વિકેટે ૨૪૬ રન કરીને જબરદસ્ત લડત આપીને અંતિમ ઓવર સુધી ટીમ ઇન્ડિયા અને ફૅન્સના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

૫.૫ ઓવરમાં ઇંગ્લૅન્ડે ૬૪ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવી હોવા છતાં યંગ બૅટર જેકબ બેથલે ૨૧૮.૭૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને છેલ્લે સુધી હાર નહોતી માની. તે ૪૮ બૉલમાં ૮ ફોર અને ૭ સિક્સર ફટકારીને ૧૦૫ રનની તાબડતોડ ઇનિંગ્સ રમ્યો હતો. વિલ જૅક્સે ૪ ફોર અને બે સિક્સની મદદથી ૨૦ બૉલમાં ૩૫ રનનું યોગદાન આપ્યું હતું.




અંબાણી-ફૅમિલી સાથે બેસીને રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રાહાએ માણ્યો હતો મૅચનો આનંદ. 

ભારતના બોલિંગ-યુનિટ તરફથી મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ૪ ઓવરમાં એક વિકેટ લેવાની સાથે માત્ર ૩૩ રન આપીને સૌથી અસરકારક બોલિંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ ૩૮ રન આપીને બે વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સહિત સ્પિનર વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને પણ ૧-૧ વિકેટ મળી હતી.


અંતિમ પાંચ ઓવરમાં ઇંગ્લૅન્ડને જીતવા માટે ૬૯ રનની જરૂર હતી ત્યારે અંગ્રેજોની ધમાકેદાર બૅટિંગ સામે ૧૮મી ઓવરમાં જસપ્રીત બુમરાહે ૬ રન અને હાર્દિક પંડ્યાએ ૧૯મી ઓવરમાં ૯ જ રન આપીને અંતિમ ઓવર્સમાં ભારતને વાપસી કરાવી હતી.

વરુણ ધવન અને અનિલ કપૂરે ટીમ ઇન્ડિયાનું પ્રોત્સાહન વધાર્યું હતું.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયા માટે ઓપનર સંજુ સૅમસને ૨૧૧.૯૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને શાનદાર શરૂઆત અપાવી હતી. તે ૮ ફોર અને ૭ સિક્સર ફટકારીને ૪૨ બૉલમાં ૮૯ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો. ચોથા ક્રમે બૅટિંગ કરવા ઊતરેલા ઑલરાઉન્ડર શિવમ દુબેએ ૨૫ બૉલમાં ૧ ફોર અને ૪ સિક્સર ફટકારીને ૪૩ રન કર્યા હતા. ઈશાન કિશને ૨૧૬.૬૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને બે ફોર અને ૪ સિક્સરના આધારે ૧૮ બૉલમાં ૩૯ રન કર્યા હતા.

છઠ્ઠા ક્રમે રમવા ઊતરેલા હાર્દિક પંડ્યાએ ૨૨૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૨ બૉલમાં ૩ ફોર અને બે સિક્સરની મદદથી શાનદાર ૨૭ રન કર્યા હતા. છેક સાતમા ક્રમે બૅટિંગ કરવા આવેલો તિલક વર્મા ૩ સિક્સરની મદદથી ૭ બૉલમાં ૨૧ રનની જોરદાર ઇનિંગ્સ રમ્યો હતો. ઓપનર અભિષેક શર્મા ૭ બૉલમાં ૯ અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ૬ બૉલમાં ૧૧ રન કરી શક્યા હતા.

અર્શદીપ સિંહની ઓવરમાં બૉલને બાઉન્ડરી પાર જતાં અટકાવીને અક્ષર પટેલે શિવમ દુબેના હાથે વિલ જૅક્સને કૅચઆઉટ કરાવ્યો હતો. અક્ષરે એ પહેલાં હૅરી બ્રૂકનો પણ શાનદાર કૅચ પકડ્યો હતો.

ઇંગ્લૅન્ડના સ્પિનર વિલ જૅક્સે ૪૦ રન અને આદિલ રશિદે ૪૧ રન આપીને બે-બે વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને એક વિકેટ મળી હતી પરંતુ તેણે ૪ ઓવરમાં સૌથી વધુ ૬૧ રન આપી દીધા હતા. T20 વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચમાં તે સૌથી વધુ રન આપનાર બોલર બન્યો હતો. ઇંગ્લૅન્ડના બોલિંગ-યુનિટ સામે ભારતે ૮.૩ ઓવરમાં ૧૦૦ રન, ૧૬.૫ ઓવરમાં ૨૦૦ અને ૧૯.૪ ઓવરમાં ૨૫૦ રનનો આંકડો પાર કર્યો હતો.

મુંબઈમાં સંજુ સૅમસને વિરાટની બરોબરી કરી

સંજુ સૅમસને T20 વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચમાં ભારત તરફથી સૌથી મોટી ઇનિંગ્સ રમવાના વિરાટ કોહલીના રેકૉર્ડની બરોબરી કરી હતી. વિરાટ કોહલી ૨૦૧૬માં મુંબઈમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામે સેમી-ફાઇનલ મૅચમાં ૮૯ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. એ મૅચમાં ભારતને કારમી હાર મળી હતી.

88

T20 વર્લ્ડ કપની એક સીઝનમાં હાઇએસ્ટ આટલી સિક્સર ફટકારનાર બની ટીમ ઇન્ડિયા. 

19

T20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં હાઇએસ્ટ આટલી સિક્સર ફટકારવાના વેસ્ટ ઇન્ડીઝ (૨૦૨૬) અને નેધરલૅન્ડ્સ (૨૦૧૪)ના રેકૉર્ડની બરાબરી કરી ભારતે. 

16

T20 વર્લ્ડ કપની એક સીઝનમાં ભારત તરફથી હાઇએસ્ટ આટલી સિક્સર ફટકારી સંજુ સૅમસને. 

6

T20 ક્રિકેટમાં હાઇએસ્ટ આટલી વખત 250 પ્લસનો સ્કોર કરનાર પહેલી ટીમ ભારત બની. સનરાઇઝર્સ હૈદરાબાદનો પાંચ વખતનો રેકૉર્ડ તોડ્યો.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK