Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > એક વર્ષથી ઇરેક્શન બરાબર નથી થતું, શું પૌરુષત્વ ઘટતું હશે?

એક વર્ષથી ઇરેક્શન બરાબર નથી થતું, શું પૌરુષત્વ ઘટતું હશે?

18 October, 2021 10:06 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

આયુર્વેદિક દવાઓથી ફરક નથી. વાઇફની ઇચ્છાઓ દેખાતી હોય છે, પણ તેને હું પૂરતો સંતોષ નથી આપી શકતો એટલે મનમાં ગિલ્ટ રહ્યા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી એજ ૪૨ વર્ષની છે. મારાં મૅરેજને સાત વરસ થયાં છે. મૅરેજ પહેલાં મેં ક્યારેય સેક્સ કર્યું નહોતું એટલે તમે કહી શકો કે મેં ઑલમોસ્ટ બાવીસ વર્ષ મૅસ્ટરબેશનથી જ કામ ચલાવેલું. મૅરેજ પછી શરૂઆતમાં તો ખૂબ જ એક્સાઇટમેન્ટવાળી લાઇફ રહી, પણ પછી એકાએક જ ઇરેક્શનમાં તકલીફ શરૂ થઈ જે વધવા પણ માંડી. છેલ્લા એક વર્ષમાં હું મહિનામાં માંડ એક કે બે વાર સેક્સ કરું છું. મેં એ પણ ઑબ્ઝર્વ કર્યુ છે કે સેક્સની પ્રોસેસ દરમ્યાન અચાનક જ ઇરેક્શન ઓસરી જાય. અમારી ઑફિસમાં દર વર્ષે ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર ચેકઅપ થાય છે. મારા આ બન્ને રિપોર્ટ નેગેટિવ છે. મને લાગે છે કે હવે હું નપુંસકતા તરફ આગળ વધવા માંડ્યો છું. આયુર્વેદિક દવાઓથી ફરક નથી. વાઇફની ઇચ્છાઓ દેખાતી હોય છે, પણ તેને હું પૂરતો સંતોષ નથી આપી શકતો એટલે મનમાં ગિલ્ટ રહ્યા કરે છે.
કાંદિવલીના રહેવાસી

તમારે એક વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે વ્યક્તિને શારીરિક સમસ્યાઓ કરતાં માનસિક સમસ્યા વધારે નડે છે અને સેક્સની બાબતમાં તો આ વાત અક્ષરશ: લાગુ પડે છે. જો મનથી તેને એવું લાગવા માંડે કે મારામાં પૌરુષત્વનો અભાવ છે તો એની અસર એવી જ દેખાશે. મનમાં રહેલો આ ભય કે પછી આ આશંકા ક્યારેય તમને એક્સાઇટમેન્ટ અને ઇરેક્શનના લેવલ પર જવા નહીં દે. તમે જે સમસ્યાની વાત કરી એ એક વર્ષની છે. એ પહેલાં તમે તમારી સેક્સ-લાઇફ બરાબર એન્જૉય કરી છે જે દેખાડે છે કે પહેલાં બધું બરાબર હતું. એનો સીધો અર્થ એટલો થાય કે તમને કોઈ ફિઝિકલ પ્રૉબ્લેમ નથી માટે તમારે પહેલાં તો આ વાતને મનમાંથી કાઢવાની જરૂર છે.
યોગ્ય ઇરેક્શન માટે તમારે પહેલાં કરતાં થોડો વધુ સમય ફોરપ્લેમાં ગાળવો જોઈએ, જેથી તમારી સેક્સની ડ્રાઇવ પ્રૉપર શરૂ થાય. એનો બીજો ફાયદો એ પણ થશે કે વાઇફને પણ પ્લેઝર વહેલું મળશે એટલે તમારા મનમાંથી ગિલ્ટ નીકળી જશે. સ્ટ્રેસ અને ઍન્ઝાયટી ઘટશે એટલે ઇરેક્શનમાં વાંધો નહીં આવે. મન શાંત હોય એવા સમયે તૃપ્તિનો અહેસાસ વધારે સારી રીતે થઈ શકે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2021 10:06 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK