° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


પૉર્નોગ્રાફી જોઈને મૅસ્ટરબેશન કરવાની આદત છે, શું કરું?

06 September, 2021 04:55 PM IST | Mumbai | Dr. Mukul Choksi

જો તમે તમારી નૅચરલ ઇન્સ્ટિન્ક્ટને સમજો તો કોઈને મૅસ્ટરબેશન કરતાં શીખવવું પડતું નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૬ વર્ષની છે અને અનમૅરિડ છું. કૉલેજમાં હતો ત્યારે મને મૅસ્ટરબેશનની આદત પડેલી. હમણાં લૉકડાઉનમાં પ્રાઇવસી પણ પુષ્કળ મળી. મારા જે ફ્રેન્ડ્સ પાસેથી હું મૅસ્ટરબેશન શીખ્યો તેમણે જ મને પૉર્ન-ક્લિપ જોતાં શીખવ્યું, જે મારી આદત બની ગઈ. ઑલમોસ્ટ રોજ મૅસ્ટરબેશન કરું, પણ ચાર-પાંચ મિનિટમાં જ ઇજેક્યુલેશન થઈ જાય છે. બીજો પ્રૉબ્લેમ એ થયો છે કે હવે મને લગભગ દરેક વખતે પૉર્નોગ્રાફી જોવાની આદત પડી ગઈ છે. બીજા ફ્રેન્ડ્સને એની જરૂર નથી પડતી. તેમનું કહેવું છે કે મને કદાચ આવડતું નથી એટલે આમ થાય છે.

મલાડના રહેવાસી

લાઇફમાં એકમાત્ર સેક્સ્યુઅલ રિલેશનશિપ એવી છે જે કોઈએ ક્યારેય કોઈને શીખવવી નથી પડતી. ભાગ્યે જ કોઈના ગાઇડન્સની જરૂર પડતી હોય છે. જો તમે તમારી નૅચરલ ઇન્સ્ટિન્ક્ટને સમજો તો કોઈને મૅસ્ટરબેશન કરતાં શીખવવું પડતું નથી. હા, ફ્રેન્ડ્સ થકી એની ખબર પડી હોય એવું બની શકે. નાછૂટકે કહેવું પડે છે કે તમે જાત પર ભરોસો રાખવાને બદલે દોસ્તો પર વધુ ભરોસો રાખો છો એવું લાગે છે.

સામાન્ય રીતે પૉર્નોગ્રાફીનાં ઉત્તેજક દૃશ્યોને કારણે ઉત્તેજનાનું પ્રમાણ વધે છે અને લોહીનું ભ્રમણ પણ વધતાં ઝડપથી સ્ખલન થઈ જવાની શક્યતાઓ વધે છે. બીજું, પૉર્નોગ્રાફી જોતી વખતે કંઈક ખોટું કરી રહ્યા હોવાની ગિલ્ટ ફીલ સતત મનમાં રહે છે, જેને લીધે શરમજનક સ્થિતિમાં મુકાવું પડશે એવી ઍન્ગ્ઝાયટીની આડઅસરરૂપે ઝડપથી સ્ખલન થઈ જાય અને એવું વારંવાર બનવાથી એની સીધી નેગેટિવ અસર કૉન્ફિડન્સ પર પડે છે.

તમારી કોઈ ફરિયાદ એવી નથી જેમાં તમને પૉર્નોગ્રાફીનો સહારો લેવો પડે. એકાદ-બે દિવસ કદાચ ઇરેક્શન જોવા નહીં મળે, પણ એ પછી નૉર્મલ વે પર જોવા મળશે. બીજું, ફ્રી છીએ એટલે ચાલો મૅસ્ટરબેશન કરીએ એવું ન હોય. જ્યારે એક્સાઇટમેન્ટ લેવલ બહુ હાઈ હોય ત્યારે જ એ દિશામાં જાઓ. મૅસ્ટરબેશન વખતે તમને લાગે કે હવે ચરમસીમા આવી છે તો એની થોડી સેકન્ડ પહેલાં હસ્તમૈથુન અટકાવી દેવું. એ પછી થોડી વાર એમ જ બેસવું અને એ પછી ફરીથી હસ્તમૈથુન આગળ ધપાવવું. આમ કરવાથી તમારો સ્ખલન પર કાબૂ વધશે અને કૉન્ફિડન્સ પણ પાછો આવશે.

06 September, 2021 04:55 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

થેલી-ટ્યુબ કઢાવ્યા પછી વાઇફને સેક્સનું મન નથી થતું, શું કરવું?

ડૉક્ટરે તેનું ગર્ભાશય કાઢ્યું નથી તો શું હજી પણ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખરી? અમારાં બાળકો મોટાં છે અને હવે આગળ સંતાન નથી જોઈતું. તો હવે ગર્ભનિરોધ ન વાપરીએ તો ચાલે? 

20 October, 2021 07:07 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

એક વર્ષથી ઇરેક્શન બરાબર નથી થતું, શું પૌરુષત્વ ઘટતું હશે?

આયુર્વેદિક દવાઓથી ફરક નથી. વાઇફની ઇચ્છાઓ દેખાતી હોય છે, પણ તેને હું પૂરતો સંતોષ નથી આપી શકતો એટલે મનમાં ગિલ્ટ રહ્યા કરે છે.

18 October, 2021 10:06 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

બહેનને બહુ જ લાડ લડાવવા છતાં તે બીજાને બ્લેમ કરે છે

ઘણા લોકો હોય છે જે હાથે કરીને જીવન ખરાબ કરે છે, દુખી થાય છે અને પોતે કેટલા દુખી છે એના ગાણાં ગાઈને જ જીવન વ્યતીત કરે છે

15 October, 2021 07:04 IST | Mumbai | Sejal Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK