Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > પ્રેમ લાગણી છે અને ઇન્ટિમેટ રિલેશનશિપ એ લાગણીનો આવેગ

પ્રેમ લાગણી છે અને ઇન્ટિમેટ રિલેશનશિપ એ લાગણીનો આવેગ

Published : 02 March, 2026 02:34 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મૅસ્ટરબેશન કૃત્રિમ રીતે ડોપમીન રિલીઝ કરવાનું કામ કરે છે અને ડોપમીન રિલીઝ થયા પછી શરીરમાં એક પ્રકારની આળસ કે સુસ્તી આવી જાય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગયા વીકના આર્ટિકલ પછી મુંબઈથી જ ત્રણ-ચાર વાચકોના ફોન આવ્યા, જેમાં મહત્તમ મહિલાઓ હતી. મૅસ્ટરબેશન વિશેનો એ આર્ટિકલ વાંચીને એક મહિલાએ સવાલ કર્યો હતો કે શું એ આદત પડે તો એનાથી પોતાની પ્રિય વ્યક્તિને કે પાત્રને મળવાની ઉત્કંઠા ઓછી થઈ જાય? એક મહિલાએ આ જ સવાલ પોતાના હસબન્ડના પર્પઝથી પૂછ્યો કે શું આ આદતને લીધે હસબન્ડ સાથે ઇન્ટિમેટ રિલેશનનો મૂડ ન રહે એવું બની શકે?

બન્ને સવાલનો જવાબ છે : આંશિક રીતે હા.



મૅસ્ટરબેશન કૃત્રિમ રીતે ડોપમીન રિલીઝ કરવાનું કામ કરે છે અને ડોપમીન રિલીઝ થયા પછી શરીરમાં એક પ્રકારની આળસ કે સુસ્તી આવી જાય છે જે પોતાની વ્યક્તિને મળવા માટેની કે પછી તેની સાથે ઓતપ્રોત થવાની આત્મીયતાનું સ્તર ઘટાડી નાખે છે. જોકે એનો અર્થ એવો નથી કે મૅસ્ટરબેશન ખરાબ છે. અગાઉ કહ્યું હતું એમ એનો અતિરેક ખરાબ છે અને ખાસ કરીને એ એવા સમયે ખરાબ છે જ્યારે એ પ્રક્રિયા કરવા માટે કોઈ અન્ય સામગ્રીની જેમ કે પૉર્ન લિટરેચર કે વિડિયોની જરૂર પડતી હોય. એ જોતાં-જોતાં કે એ જોયા પછી કરવામાં આવતી મૅસ્ટરબેશનની પ્રક્રિયામાં અજાણતાં જ એમાં લિટરેચરમાં જોયેલાં પાત્રોના વિચારો મનમાં શરૂ થઈ જતા હોય છે, જે માત્ર પાત્રો પૂરતા સીમિત નથી રહેતા પણ તેના પ્રાઇવેટ પાર્ટ્સ સાથેની સરખામણીએ પણ પહોંચે છે. આવું થવાને કારણે પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે વ્યક્તિ પોતે જ્યારે રિયલમાં ઇન્ટિમેટ રિલેશનથી જોડાય છે ત્યારે તેના મનમાં એ પ્લેઝરને માણવાની ખુશીને બદલે જોયેલાં વિઝ્યુઅલ્સ ફરતાં રહે છે અને પછી આખી ઘટના યાંત્રિક બની જાય છે.


પ્રેમ એ યંત્રણા નથી, પ્રેમ એ લાગણી છે અને ઇન્ટિમેટ રિલેશનશિપ એ લાગણીનો આવેગ છે. જો આવેગ જ ન રહે તો પછી એ રિલેશનશિપ પાસે હૂંફની અપેક્ષા કેવી રીતે કોઈ રાખી શકે? મૅસ્ટરબેશનમાં નિયમિતતા આવે તો સમજવું કે ચેતી જવાનો સમય આવી ગયો છે. એ નિયમિતતા વ્યક્તિગત હૂંફને બદલે કાલ્પનિક વિશ્વમાં રાચવાનું કામ શરૂ કરાવી દેશે જે કોઈ પણ સંબંધમાં આડખીલીરૂપ બની શકે છે.

કોઈ વખત, ક્યારેક, એકાએક એની ઇચ્છા થાય અને એ દિશામાં આગળ વધ્યા હો તો સમજી શકાય, પણ જો એ પ્રકારનું લિટરેચર કે વિડિયો જોવાની અને એ પછી આ પ્રક્રિયા કરવામાં નિયમિતતા આવી જાય તો એને દૂર કરવી અનિવાર્ય છે. નિયમિતતાની વ્યાખ્યા ૧૫ દિવસમાં બીજી વાર મન થવું. નિયમિતતા એટલે દિવસ દરમ્યાન એક વાર પણ એ વિચાર ઝળકી જવો. જો એવું હોય તો એ નિયમિતતામાં બ્રેક લેવાનો સરળ રસ્તો છે એકલા રહેવાનું બંધ કરો અને જો સેપરેટ બેડરૂમ હોય તો એમાં સૂવાનું ટાળો અને કાં તો બેડરૂમના દરવાજા ખુલ્લા મૂકી દો, સંયમ આપોઆપ કેળવાશે.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 02:34 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK