Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > વેલેન્ટાઇન સ્પેશ્યલ: કોક્રોચ, ઉંદરને આપો એક્સનું નામ, પછી જુઓ જે કમાલ થાય તે..

વેલેન્ટાઇન સ્પેશ્યલ: કોક્રોચ, ઉંદરને આપો એક્સનું નામ, પછી જુઓ જે કમાલ થાય તે..

Published : 13 February, 2025 10:09 PM | Modified : 15 February, 2025 07:25 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Valentine`s Day 2025: તમે કોક્રોચ, ઉંદર અથવા તો શાકભાજીને તમારા એક્સનું નામ આપી તેને ઝૂનાં પ્રાણીઓને ખવડાવી શકો છો. આ માટે ડોનેશન પણ ઉઘરાવવામાં આવે છે.

કોક્રોચની પ્રતીકાત્મક તસવીર

કોક્રોચની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આ વેલેંટાઇન્સ ડે પર તમારા એક્સનું નામ આપી દો કોઈપણ કોક્રોચ કે ઉંદરને.. પછી જુઓ કમાલ!
  2. સેન એન્ટોનિયો, બ્રોન્ક્સ અને એલ પાસો ઝૂમાં છે આ સ્કીમો
  3. આ ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે

Valentine’s Day 2025: પ્રેમ, ગુલાબ અને ચોકલેટની સિઝન આવી ગઈ છે. પણ જો તમારું બ્રેકપ થઈ ગયું છે ને તમે એકલા છો, તો શું થયું? જો તમારું દિલ તૂટી ગયું છે અને તમે હજી પણ ક્લોઝર (closure) મેળવવાની રાહમાં હો, તો ચિંતા ન કરો! આ વેલેન્ટાઇન ડે પર, તમારા એક્સને ચોકલેટ નહીં, પણ કોઈ કોક્રોચને તમારા એક્સનું નામ આપી, એને કોઈપણ પ્રાણીને ખવડાવી શકો છો. તમે સાચું વાંચ્યું! અમેરિકાના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં આ અનોખી સ્કીમ લવાઈ છે. જ્યાં તમે કોક્રોચ, ઉંદર અથવા તો શાકભાજીને તમારા એક્સનું નામ આપી તેને પ્રાણીઓને ખવડાવી શકો છો. આ માટે ડોનેશન પણ ઉઘરાવવામાં આવે છે જેનો ઉપયોગ વન્યજીવોનાં સંવર્ધન માટે જ કરાય છે. આવો, વાત કરીએ એ વિવિધ ઝૂ અને તેમની સ્કીમ વિશે- 


1. સેન એન્ટોનિયો ઝૂ: "Cry Me a Cockroach"
ટેક્સાસના પ્રખ્યાત સેન એન્ટોનિયો ઝૂમાં આ એક ખાસ ઓફર મુકાઇ છે. આ સ્કીમમાં કેટલા  ભાવ છે તે જોઈ લો.
$10: કોક્રોચને તમારા એક્સનું નામ આપવા માટે.
$25: ઉંદરને તમારા એક્સનું નામ આપવા માટે.
$5: શાકભાજીને તમારા એક્સનું નામ આપવા માટે.



તમે ઇચ્છો તો, તમારા એક્સનું નામ ધારણ કરેલ કોક્રોચ કે ઉંદર ઝૂમાં જે કોઈ પ્રાણીઓ ખાઈ રહ્યા હોય તેનો વિડિયો પણ મેળવી શકો છો, અને આ યાદગાર પળને તમે તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો.


2. બ્રોન્ક્સ ઝૂ: "Name-a-Roach" પ્રોગ્રામ
જો તમને ઓછા ક્રન્ચી પ્રકારનો ક્લોઝર ગમે છે, તો બ્રોન્ક્સ ઝૂના નેમ-એ-રોચ પ્રોગ્રામ વિશે જાણી લો. 

$15માં તમે મેડાગાસ્કર હિસિંગ કોક્રોચને તમારા એક્સનું નામ આપી શકો છો.એ સાથે, ડિજિટલ અને પ્રિન્ટેબલ સર્ટિફિકેટ પણ મળશે. એક્સ્ટ્રા ડોનેશન કરીને તમે ખાસ ગિફ્ટ્સ પણ મેળવી શકો છો. વળી, જ્યાં તમે લાઇવ કોક્રોચ જોઈ શકો અને ઝૂ એક્સપર્ટ સાથે વાતોય કરી શકો છો.


3. એલ પાસો ઝૂ: "Quit Bugging Me" ઈવેન્ટ

એલ પાસો ઝૂએ "Quit Bugging Me" સ્કીમ લાવી છે. અહીં તમે ન માત્ર એક્સ, પણ તમારા બોસ, સાળા, કે ત્રાસજનક સાસુનું પણ નામ આપીને કોક્રોચ અન્ય પ્રાણીઓને ખવડાવી શકો છો.
મજા ની વાત એ છે કે આ માટે કોઇ ખાસ ચાર્જ નથી, પણ ઝૂના વન્યજીવન અને સંશોધન પ્રોગ્રામ માટે ડોનેશન લેવાય છે.

કેમ આ ટ્રેન્ડ વાયરલ થઇ રહ્યો છે?

અત્યારે આ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં રોમેન્ટિક ગિફ્ટ્સની બદલે લોકો સેલ્ફ-એમ્પાવરમેન્ટ અને ક્લોઝર પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ બધા ઇવેન્ટ્સ ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ભારે વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકોને તે પસંદ પણ પડી રહ્યું છે.

આમાં કેવી રીતે ભાગ લેવો?

તો ખૂબ જ સરળ છે, સૌ પ્રથમ ઝૂની ઓફિશિયલ સાઇટ પર જાઓ. ત્યાં તમારા ક્લોઝર માટે કોક્રોચ, ઉંદર અથવા શાકભાજી પસંદ કરો. પછી તેને તમારા એક્સનું નામ આપો. બસ, પછી થઈ ગયું કામ! એ કોક્રોચ, ઉંદર અથવા શાકભાજી કોઈપણ પ્રાણીને ખવડાવી દેવામાં આવશે. તમારી એક્સનાં નામના કોક્રોચ, ઉંદર કે શાકભાજીને જ્યારે કોઈપણ પ્રાણીને ખવડાવવામાં આવે ત્યારે ઝૂ તરફથી વિડીયો પણ મોકલવામાં અવસે છે, જેથી પૈસા ખર્ચ કરનાર વ્યક્તિ તેને વેલેન્ટાઇન ડેના પ્રસંગે તેના એક્સને મોકલી શકે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2025 07:25 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK