મધર્સ ડે નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ એવી મમ્મીઓ સાથે જોડાયું જેમનું સંતાન દુનિયાની નજરમાં `જુદું` છે. સજાતીય હોવું અથવા તો જેન્ડર ફ્લુઇડ હોવું અથવા પોતાની જે જાતી છે તેનાથી અલગ જાતીના પોતે હોવાની લાગણી અનુભવવા જેવી બાબતો વિશે હવે વાત થવા લાગી છે. જ્યારે કોઇ દીકરો પોતાની માને કહે કે હું ગે છું, મને પુરુષોમાં રસ પડે છે અથવા તો કોઈ દીકરી જ્યારે એમ કહે કે મને લાગે છે કે મારે પુરુષ તરીકે જ રહેવું છે ત્યારે તે માની શી સ્થિતિ થાય. અહીં એક માએ ત્રણ લડાઇ લડવી પડે છે, જાત સાથે પછી ઘરનાં લોકો સાથે અને પછી સમાજ સાથે. આવી બે મમ્મીઓ અને આવાં એક દીકરા સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે વાત કરીને જાણ્યું કે તેમને શું અનુભવ થયો, તેમનો સંઘર્ષ કેવો રહ્યો? રીત એક ફિલ્મમેકર છે જેણે એક દિવસ જઇને બસ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યાં અને તેણે મમ્મીને કહ્યું કે હું લગ્નમાં આવીશ તો સાડી તો નહીં પહેરું પણ તેને ટેકો આપનારી મમ્મીએ લોકોને શું કહ્યું? તો બીજી મમ્મીના કેસમાં દીકરાએ કહ્યું તેને માત્ર પુરુષોમાં રસ છે ત્યારે એ કલાકો સુધી રડી કારણકે એને નહોતી ખબર કે હવે શું કરવું? આજે મમ્મીઓ પણ બદલાતા સમયની જરૂરિયાત અને બાળકો સાથેની મોકળા મને થતી વાતને સ્વીકારથી થઇ છે ત્યારે સ્વીકાર સંસ્થાની સભ્ય એવી આ મમ્મીઓ અને હવે ટ્રાન્સ મેન તરીકે ઓળખાતી રીત સાથે વાત કરીએ.
10 May, 2024 07:01 IST | Mumbai