મૂળ ઉત્તર પ્રદેશનો યતિ ગૌર લૉકડાઉનમાં કંઈ જ નહોતું એટલે પોતાના બાળપણના ચાલવાના શોખને પૂરો કરવાની સાથે મનગમતી જગ્યાએ ફરવાના આશય સાથે પગપાળા ચારધામ કરવા નીકળ્યો.
યતિ ગૌર
મૂળ ઉત્તર પ્રદેશનો યતિ ગૌર લૉકડાઉનમાં કંઈ જ નહોતું એટલે પોતાના બાળપણના ચાલવાના શોખને પૂરો કરવાની સાથે મનગમતી જગ્યાએ ફરવાના આશય સાથે પગપાળા ચારધામ કરવા નીકળ્યો. ત્યાંથી શરૂ થયેલી યાત્રા અટકવાનું નામ નથી લેતી. રાજસ્થાન પ્રવાસના આરંભમાં જ અનાયાસ મળેલા નાનકડા પપીનું યતિ પર મન આવી ગયું. લાખ પ્રયાસ પછી પણ યતિથી છૂટું પડવા ન માગતું આ બચ્ચું હવે તો મોટું થઈ ગયું છે અને બની ગયું છે યતિનું મજેદાર હમસફર