ફાયર-બ્રિગેડ ગમેતેટલી સક્ષમ હોય છતાં આગ લાગે ત્યારે મુંબઈની પરિસ્થિતિ અને ટ્રાફિકને ધ્યાનમાં લઈને બંબો પહોંચતાં ૧૦-૧૫ મિનિટ તો થાય જ. એ પહેલાં એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ એની ટ્રેઇનિંગ લેવી જરૂરી છે.
અગ્નિરક્ષક પ્રોગ્રામ
આંકડાઓ મુજબ ૨૦૨૨માં આગ લાગવાના ૪૪૧૭ બનાવો બન્યા હતા, જ્યારે ૨૦૨૩માં ૫૦૭૪ આગ લાગવાના બનાવો બન્યા હતા. મતલબ કે એક વર્ષમાં ૧૫ ટકાનો વધારો એમાં જોવા મળ્યો હતો.



