Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઘણી રેસ્ટોરાંઓ ગૅસના એક્સ્ટ્રા પૈસા લેવા લાગી

ઘણી રેસ્ટોરાંઓ ગૅસના એક્સ્ટ્રા પૈસા લેવા લાગી

Published : 14 March, 2026 08:28 AM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેન્નઈની એક રેસ્ટોરાંએ ૭૦ રૂપિયાના સાંભર-ચાવલના પાર્સલ ઑર્ડર પર ૧૫ રૂપિયાનો LPG રિવિઝન ચાર્જ વસૂલ્યો છે

ગ્રાહકો સોશ્યલ મીડિયા પર આ વધારાના સરચાર્જવાળાં બિલ શૅર કરવા લાગ્યા છે

ગ્રાહકો સોશ્યલ મીડિયા પર આ વધારાના સરચાર્જવાળાં બિલ શૅર કરવા લાગ્યા છે


કમર્શિયલ LPGનો પુરવઠો ઘટી ગયો હોવાથી હાલમાં હોટેલમાં જમવા જવાનું મોંઘું થઈ ગયું છે, કેમ કે રેસ્ટોરાં અને ઇટરીઝને સિલિન્ડર મેળવવા માટે વધુ અગવડો પડી રહી છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવ પણ વધી ગયા છે ત્યારે કેટલીક રેસ્ટોરાંએ એમના બિલમાં LPG સરચાર્જ અથવા તો ‘ગૅસ સપ્લાય ઇશ્યુ’ અથવા તો ‘LPG revision’ના નામે વધારાનો ચાર્જ ગ્રાહકો પર જ નાખી રહી છે. કુકિંગ ગૅસની અછતને કારણે ઑલરેડી બૅન્ગલોર, દિલ્હી અને ચેન્નઈની રેસ્ટોરાંઓએ તો વધારાનો ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે. ગ્રાહકો સોશ્યલ મીડિયા પર આ વધારાના સરચાર્જવાળાં બિલ શૅર કરવા લાગ્યા છે.

ચેન્નઈની એક રેસ્ટોરાંએ ૭૦ રૂપિયાના સાંભર-ચાવલના પાર્સલ ઑર્ડર પર ૧૫ રૂપિયાનો LPG રિવિઝન ચાર્જ વસૂલ્યો છે. બૅન્ગલોરની એક રેસ્ટોરાંએ ફૂડ-ઑર્ડરની સાથે ૩૦ રૂપિયા ‘ગૅસ સપ્લાય ઇશ્યુ’ના નામે વસૂલ્યા છે, જ્યારે કેટલીક રેસ્ટોરાંએ દરેક ચીજ પર અમુક ટકા ચાર્જ વધારવાને બદલે ટેમ્પરરી ભાવવધારાવાળાં અને સીમિત આઇટમોવાળાં મેનુ કાર્ડ જ બહાર પાડ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 08:28 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK