દરેક એજ્યુકેશન બોર્ડના ટોપ 20 પર્સેન્ટાઈલ વિદ્યાર્થીઓ હવે JEE-એડવાન્સ પરીક્ષા આપવા માટે લાયક બનશે, પછી ભલેને તેમણે ધોરણ 12માં 75 પર્સેન્ટાઈલ મેળવ્યા હોય કે નહીં. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ માહિતી આપી હતી.
પ્રતીકાત્મક તસવીર
દરેક એજ્યુકેશન બોર્ડના ટોપ 20 પર્સેન્ટાઈલ વિદ્યાર્થીઓ હવે JEE-એડવાન્સ પરીક્ષા આપવા માટે લાયક બનશે, પછી ભલેને તેમણે ધોરણ 12માં 75 પર્સેન્ટાઈલ મેળવ્યા હોય કે નહીં. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ માહિતી આપી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (NITs)માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE)-એડવાન્સ્ડ માટે યોગ્યતાના માપદંડોને હળવા કરવાની સતત માગણીઓની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. JEE-Advanced માં બેસવા માટે સંબંધિત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી 12માં ધોરણની પરીક્ષામાં કુલ ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ જરૂરી છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, “20 પર્સેન્ટાઈલ માપદંડથી એ વિદ્યાર્થીઓ મદદ મળશે, જેમણે ધોરણ 12મી બોર્ડની પરીક્ષામાં 75 ટકાથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય. વિવિધ રાજ્યોના બૉર્ડમાં ટૉપ 20 પર્સેન્ટાઇલ વિદ્યાર્થીઓમાંથી ઘણાને 75 ટકા અથવા 350થી ઓછા અંક આવતા હોય છે. મંત્રાલયે નિર્ણય કર્યો છે કે જો કોઈ વિદ્યાર્થી ટૉપ 20 પર્સેન્ટાઈલ રેન્ટમાં સામેલ હશે તો તે JEE એડવાન્સ્ડ પરીક્ષાને પાત્ર ગણાશે. JEE-Mainsની પ્રથમ આવૃત્તિ માટે ઓનલાઈન નોંધણી 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ પરીક્ષા 24 થી 31 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ
એન્જિનિયરિંગ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE મુખ્ય પરીક્ષા) માટે બેસનાર ઉમેદવારો માટે 75 ટકા માર્ક્સનો નિયમ ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. જો ઉમેદવારને ધોરણ 12માં 75 ટકાથી ઓછા માર્ક્સ હશે તો તેને મેરિટ લિસ્ટમાં સ્થાન નહીં મળે. આ નિયમ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ મેળવવાના રહેશે તો જ તેમને મેરિટમાં સ્થાન મળશે. આ નિયમ અગાઉ JEE મુખ્ય પરીક્ષા માટે પણ લાગુ હતો પરંતુ છેલ્લા બે વર્ષમાં કોવિડને કારણે આ નિયમ હળવો કરવામાં આવ્યો હતો.
છેલ્લા બે વર્ષમાં જો ઉમેદવાર 12મામાં 74 ટકા માર્ક્સ ન મેળવે અને JEE મેઇનમાં સિલેક્ટ થઈ જાય તો પણ તેને પ્રવેશ માટે લાયક ગણવામાં આવતો હતો. જો ઉમેદવાર JEE મેઇનમાં પસંદ થયો હોય, પરંતુ બોર્ડના પરિણામ જાહેર થયા પછી, તેના ગુણ 75 ટકાથી ઓછા હોય, તો તેને મેરિટ લિસ્ટમાં સ્થાન મળશે નહીં. જો કે, હવે દરેક શિક્ષણ બોર્ડના ટોપ 20 પર્સેન્ટાઈલ વિદ્યાર્થીઓ હવે JEE-એડવાન્સ પરીક્ષા આપવા માટે લાયક બનશે, પછી ભલે તેમણે ધોરણ 12માં 75 પર્સેન્ટાઈલ મેળવ્યા ન હોય કે નહીં.