Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત, પાકિસ્તાન બાદ હવે શ્રીલંકાનો હેડ કોચ બન્યો ગૅરી કર્સ્ટન

ભારત, પાકિસ્તાન બાદ હવે શ્રીલંકાનો હેડ કોચ બન્યો ગૅરી કર્સ્ટન

Published : 10 March, 2026 02:58 PM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૬ની ૧૫ એપ્રિલથી ૨૦૨૮ની ૧૪ એપ્રિલ સુધી એટલે કે બે વર્ષ માટે ૫૮ વર્ષનો ગૅરી કર્સ્ટન આ પદની જવાબદારી સંભાળશે

ગૅરી કર્સ્ટન

ગૅરી કર્સ્ટન


શ્રીલંકાની મેન્સ ક્રિકેટ ટીમ માટે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ગૅરી કર્સ્ટનની હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ 2026માંથી શ્રીલંકા રેસમાંથી જલદી બહાર થયું એ બદલ સનથ જયસૂર્યાએ શ્રીલંકાના હેડ કોચ તરીકેનો કાર્યકાળ સમય પહેલાં પૂરો કરવાની અપીલ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સામે મૂકી હતી.

૨૦૨૬ની ૧૫ એપ્રિલથી ૨૦૨૮ની ૧૪ એપ્રિલ સુધી એટલે કે બે વર્ષ માટે ૫૮ વર્ષનો ગૅરી કર્સ્ટન આ પદની જવાબદારી સંભાળશે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027ની તૈયારી અને શ્રીલંકા ક્રિકેટના હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં માળખાગત ફેરફાર માટે આ નિર્ણય લેવાયો છે. વર્તમાન T20 વર્લ્ડ કપ 2026માં તે નામિબિયા ટીમનો સલાહકાર હતો.



ગૅરી કર્સ્ટન ૨૦૧૧નો વન-ડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ૨૦૦૮થી ૨૦૧૧ દરમ્યાન હેડ કોચ હતો. તેણે ૨૦૧૧થી ૨૦૧૩ સુધી સાઉથ આફ્રિકાની પુરુષ રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી. ૨૦૨૪માં પાકિસ્તાનના વાઇટ-બૉલ ફૉર્મેટના કોચ તરીકે તેણે અધવચ્ચેથી કાર્યકાળ છોડ્યો એ પહેલાં તે બિગ બૅશ લીગ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોચિંગ આપી રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 02:58 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK