Independence Day: સ્ટૅચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઍન્ડ ટૂરિઝમ ગવર્નન્સ ઑથોરિટીના ચૅરમૅન જે. પી. ગુપ્તાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી

સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ધ્વજવંદન
Independence Day: ગુજરાતમાં સરદાર સરોવર ડૅમ નજીક બનાવવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પહેલી વાર સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટૅચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઍન્ડ ટૂરિઝમ ગવર્નન્સ ઑથોરિટીના ચૅરમૅન જે. પી. ગુપ્તાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે સીઆઇએસએફની પ્લૅટૂનની પરેડ યોજાઈ હતી.