કાળોખે તેમના પુત્રને સ્કૂલમાં મૂકીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળા રંગની કારમાં બે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો
મંગેશ કાળોખે
તાજેતરમાં ખોપોલી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં વિજયી બનેલાં એકનાથ શિંદેની શિવસેનાનાં કૉર્પોરેટર માનસી કાળોખેના પતિ મંગેશ કાળોખેની શુક્રવારે સવારે ખોપોલીમાં હત્યા કરવામાં આવી હતી. કાળોખે તેમના પુત્રને સ્કૂલમાં મૂકીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળા રંગની કારમાં બે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમના પર ચૉપર વડે હુમલો કર્યો હતો અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા, જેને કારણે મંગેશ કાળોખેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. પોલીસે કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે.


