Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કટરામાં વૈષ્ણોદેવી મંદિરમાં ૭૦ કિલોનું પંચધાતુનું શ્રીયંત્ર કરવામાં આવ્યું અર્પણ

કટરામાં વૈષ્ણોદેવી મંદિરમાં ૭૦ કિલોનું પંચધાતુનું શ્રીયંત્ર કરવામાં આવ્યું અર્પણ

Published : 25 October, 2026 01:17 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૈષ્ણોદેવી ધામમાં અંબાજી મંદિર ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ દ્વારા ૫૧ શક્તિપીઠોની માટી તેમ જ પંચધાતુમાંથી બનેલા શ્રીયંત્રનું થયું પ્રતિષ્ઠાન

પંચધાતુમાંથી બનેલા શ્રીયંત્રને વૈષ્ણોદેવી ધામમાં અર્પણ કરવામાં આવ્યું હતું.

પંચધાતુમાંથી બનેલા શ્રીયંત્રને વૈષ્ણોદેવી ધામમાં અર્પણ કરવામાં આવ્યું હતું.


ઉત્તર ગુજરાતમાં આવેલી શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીના અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા જમ્મુ-કાશ્મીરના કટરામાં આવેલા યાત્રાધામ વૈષ્ણોદેવી ધામમાં પંચધાતુમાંથી બનેલું શ્રીયંત્ર અને ૫૧ શક્તિપીઠોની માટીમાંથી તૈયાર કરાયેલું વિશિષ્ટ શ્રીયંત્ર શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારીની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે બન્ને શ્રીયંત્રોનું પ્રતિષ્ઠાપન થયું હતું.  

બનાસકાંઠાના જિલ્લા-કલેક્ટર અને અંબાજી ટ્રસ્ટના ચૅરમૅન મિહિર પટેલે કહ્યું હતું કે અંદાજિત ૭૦ કિલો વજનનું અને પંચધાતુમાંથી બનેલુ શ્રીયંત્ર વૈષ્ણોદેવી માતાનાં ચરણોમાં અર્પણ કરીને એનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું હતું.  



આ બન્ને યંત્રોનું નવરાત્રિના પ્રથમ દિવસે દક્ષિણ ભારતમાં આવેલા શ્રીશૃંગેરી શારદા પીઠમ્ ખાતે જગદ્ગુરુ શંકરાચાર્ય વિધુશેખર ભારતી મહાસ્વામી દ્વારા વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં આવેલું આદ્યશક્તિનું ધામ અંબાજી અને જમ્મુ-કાશ્મીરમાં આવેલું વૈષ્ણોદેવી ધામ અગણિત શ્રદ્ધાળુઓ માટે આસ્થાનાં કેન્દ્રો છે. આ પહેલાં બન્ને શક્તિધામો વચ્ચે ભક્તિ અને સંસ્કૃતિનો સેતુ રચાયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 01:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK