Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ડેડ-બૉડી વૅન સ્ટૅન્ડ ટુ રખાઈ

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ડેડ-બૉડી વૅન સ્ટૅન્ડ ટુ રખાઈ

Published : 14 June, 2025 10:49 AM | Modified : 14 June, 2025 10:51 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

RSSના સ્વયંસેવકોની રાઉન્ડ ધ ક્લૉક સેવા : બહારગામથી આવેલાં સગાંઓનાં DNA સૅમ્પલ લેવાયાં

ગઈ કાલે સિવિલ હૉસ્પિટલમાં જીવ  ગુમાવનારી વ્યક્તિઓના સ્વજનોને ચા-નાસ્તો આપતી પોલીસ (ડાબે), સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ રૂમની બહાર પોલીસ-ટેબલ પર પૂછપરછ કરતા સ્વજનો અને પોસ્ટમૉર્ટમ રૂમ પાસે ડેડ-બૉડી વૅન (જમણે ઉપર અને નીચે)

ગઈ કાલે સિવિલ હૉસ્પિટલમાં જીવ ગુમાવનારી વ્યક્તિઓના સ્વજનોને ચા-નાસ્તો આપતી પોલીસ (ડાબે), સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ રૂમની બહાર પોલીસ-ટેબલ પર પૂછપરછ કરતા સ્વજનો અને પોસ્ટમૉર્ટમ રૂમ પાસે ડેડ-બૉડી વૅન (જમણે ઉપર અને નીચે)


પ્લેન-ક્રૅશની દુર્ઘટના બાદ ગઈ કાલે બહારગામથી જીવ ગુમાવનારી વ્યક્તિઓનાં સગાંસંબંધીઓ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ આવ્યાં હતાં. આ સગાંઓનાં ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં.


સિવિલ હૉસ્પિટલમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સ્વયંસેવકો રાઉન્ડ ધ ક્લૉક સેવા આપતા જોવા મળ્યા હતા. પોલીસની સાથે બંદોબસ્તમાં મદદ કરવા ઉપરાંત સગાંઓ માટે પાણી, ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.



સિવિલ હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમની બહાર પોલીસ-ટેબલ મૂકવામાં આવ્યું હતું અને ત્યાંથી જીવ ગુમાવનારી વ્યક્તિઓ અને તેમનાં સગાંઓની વિગતો નોંધીને ડેડ-બૉડી આપવામાં આવતી હતી. પોસ્ટમૉર્ટમ રૂમ પાસે લાઇનસર ડેડ-બૉડી વૅન તહેનાત રખાઈ હતી.


સોથી વધુ શિક્ષકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓને સગાંઓનો સંપર્ક કરવાની જવાબદારી સોંપાઈ હતી. એક ટીમમાં વીસ સગાંઓનાં નામ અપાયાં હતાં, જેમનો સંપર્ક કરીને તેમણે DNA સૅમ્પલ આપ્યાં કે કેમ એ વિશે અવગત કરાતા હતા.

ઍરક્રાફ્ટ ઍ​ક્સિડન્ટ ઇન્વે​સ્ટિગેશન બ્યુરોને બ્લૅક બૉક્સની શોધખોળ માટે કૉર્પોરેશને ૧૦ એન્જિનિયર, ત્રણ ઍડિશનલ સિટી એન્જિનિયર અને ૪૦ મજૂરો મોકલ્યા હતા અને ટીમ દ્વારા બ્લૅક બૉક્સ શોધી આપવામાં મદદ કરી હતી.


બિ​લ્ડિંગ પર ફેલાઈ ગયેલી ઍરક્રાફ્ટની ટેઇલ ઉતારવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશને બે હેવી ડ્યુટી ક્રેન અને ટે​ક્નિકલ ટીમ મોકલી હતી. આ ઉપરાંત કૉર્પોરેશને ૧૫ બુલડોઝર, પાંચ એક્સ્કેવેટર, પચીસ ટ્રક, એક રોલર, બે હેવી ક્રેન ઘટનાસ્થળે મોકલ્યાં હતાં. 

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 10:51 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK