અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ (૪૦) હતો. આ ઘટના પછી, તેની પત્ની હિરલ અને ચાર વર્ષનો પુત્ર બ્રિટનથી ભારત આવ્યા હતા. અહીં તેઓ વિશ્વાસ કુમાર સાથે રહ્યા, પરંતુ પછી તેઓ પાછા ફર્યા હતા પણ વિશ્વાસ હજી અહીં જ છે.
વિશ્વાસ કુમારને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પીએમ મોદી તેમના મળ્યા હતા
ગુજરાતના અમદાવાદ ઍરપોર્ટથી લંડન જતું એક વિમાન ક્રૅશ થયું હતું. આ વિમાન ઉડાન ભર્યા પછી જ ક્રૅશ થયું હતું. આ અકસ્માતમાં, એક મુસાફર સિવાય, વિમાનમાં સવાર બધા લોકોના મોત થયા હતા, અને તે એક ચમત્કાર હતો કે ૨૬૦ લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિનો જીવ બચ્યો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનાને ત્રણ મહિના વીતી ગયા છે, પરંતુ તે અકસ્માતમાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ હજી સુધી ઘરે પાછો ફર્યો નથી. તેના પરિવારે કહ્યું છે કે તે કદાચ ક્યારેય બ્રિટન ઘરે પરત ફરી શકશે નહીં.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ (૪૦) હતો. આ ઘટના પછી, તેની પત્ની હિરલ અને ચાર વર્ષનો પુત્ર બ્રિટનથી ભારત આવ્યા હતા. અહીં તેઓ વિશ્વાસ કુમાર સાથે રહ્યા, પરંતુ પછી તેઓ થોડા સમય બાદ પાછા ફર્યા હતા પણ હજી સુધી વિશ્વાસ કુમાર ભારતમાં જ છે.
ADVERTISEMENT
વિશ્વાસ કુમાર રમેશનું મેડિકલ કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે
ઉદ્યોગપતિ વિશ્વાસ કુમાર ગુજરાતમાં એક સંબંધીના ઘરે છે. વિશ્વાસ હજી પણ પ્લેન અકસ્માતના આઘાતમાંથી બહાર આવ્યા નથી તેથી તેમનું મેડિકલ કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. તેમના સાળાએ કહ્યું કે તેઓ એટલા આઘાતમાં હતા કે તેમને લંડન કે લૅસ્ટરમાં તેમના પરિવારના ઘરે મળવાની અપેક્ષા નહોતી.
વિશ્વાસ વિમાનમાં ચઢતા ડરતા હતા
#WATCH | Prime Minister Narendra Modi meets the lone survivor of yesterday`s #AirIndiaPlaneCrash.
— ANI (@ANI) June 13, 2025
241 of 242 who were onboard the plane lost their lives.
(Source - DD) pic.twitter.com/tVXoscmOPE
વિશ્વાસ કુમાર વિમાનોથી એટલા બધા ડરી રહ્યા છે કે હવે તેમાં ચઢવા માગતા નથી. તેમનો આ ડર તેમને બ્રિટન જતા અટકાવી રહ્યો છે. તેમનો પરિવાર ઇચ્છે છે કે તેઓ બ્રિટન પાછા ફરે પરંતુ વિશ્વાસ વિમાનમાં ચઢવા તૈયાર નથી.
વિશ્વાસ વિમાન ક્રેસ થયું તેનાથી થોડા દૂર પડ્યા હતા
ગેટવિક જનારા બોઇંગ 787 વિમાનનું ઍન્જિન અમદાવાદથી ઉડાન ભર્યાની થોડા સેકન્ડો પછી અચાનક બંધ થઈ ગયું હતું. ઍન્જિન બંધ થઈ જતાં વિમાન સીધું નજીકના મેડિકલ કૉલેજના હૉસ્ટેલ સાથે અથડાયું હતું. વિશ્વાસ કુમાર રમેશ સીટ 11A પર બેઠા હતા, તે ઈમરજન્સી ગેટમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા અને વિમાન જ્યાં ક્રૅશ થયું તેના થોડી દૂર પડ્યા હતા.
વિશ્વાસના ભાઈ અજયનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું
વિશ્વાસ કુમારને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના ચહેરા પર કાપ અને છાતીમાં ઈજાઓ થતાં તેમને સારવાર આપવામાં આવી હતી. તેમનો ભાઈ અજય, 35, વિમાનમાં સવાર 241 લોકોમાંનો એક હતો જેનું મૃત્યુ થયું હતું. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 52 બ્રિટિશ નાગરિકો હતા. આ ઉપરાંત, પડી રહેલા વિમાનની ટક્કરમાં ફસાઈ ગયેલા 19 અન્ય લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ સામેલ હતા.

