હૉન્ગકૉન્ગ ઓપનમાં ભારતે બે ટાઇટલ જીતવાની સુવર્ણ તક ગુમાવી દીધી
લક્ષ્ય સેનની ફાઇલ તસવીર
ગઈ કાલે બૅડ્મિન્ટનની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ હૉન્ગકૉન્ગ ઓપનમાં ભારતે બે ટાઇટલ જીતવાની સુવર્ણ તક ગુમાવી દીધી. મેન્સ ડબલ્સ ફાઇનલમાં સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી અને મેન્સ સિંગલ્સ ફાઇનલમાં લક્ષ્ય સેનને હાર મળતાં તેઓ રનર્સ-અપ બન્યા હતા. હરીફ ચીની જોડીને ૬૧ મિનિટની ફાઇનલમાં સાત્વિક-ચિરાગની જોડી સામે ૨૧–૧૯, ૧૪–૨૧, ૧૭–૨૧થી જીત મળી હતી, જ્યારે લક્ષ્ય સેન ચીનના પ્લેયરની આક્રમક રમત સામે મેન્સ સિંગલ્સમાં ૧૫-૨૧, ૧૨-૨૧થી હાર્યો હતો.

