Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જુઓ વીડિયોઃ અંબાણીના જામનગર મુકામે સચીન તેંડુલકરના દીકરાના લગ્ન પહેલાં ઉજવાયો અવસર

જુઓ વીડિયોઃ અંબાણીના જામનગર મુકામે સચીન તેંડુલકરના દીકરાના લગ્ન પહેલાં ઉજવાયો અવસર

Published : 26 February, 2026 06:02 PM | IST | Jamnagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Amanis and Tendulkars go long way as family friends. Arjun Tendulkar is getting married to Saaniya Chandhok on 5th March, a pre wedding function witness Nita and Mukesh Ambani along with family members and close friends at Jamnagar.

અંબાણી અને તેંડુલકર પરિવાર - તસવીરો ઇન્સ્ટાગ્રામ

Video

અંબાણી અને તેંડુલકર પરિવાર - તસવીરો ઇન્સ્ટાગ્રામ


ક્રિકેટ જગતના `શહેનશાહ` અને ગોડ ઑફ ક્રિકેટ તરીકે જે પ્રખ્યાત છે તેવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના (Sachin Tendulkar) ઘરે અત્યારે શરણાઈઓના સૂર રેલાઈ રહ્યા છે. સચિનના લાડકવાયા દીકરા અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) અને સાનિયા ચંદોક (saaniya chandhok) આગામી 5 માર્ચના રોજ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. આ ભવ્ય લગ્ન પહેલાં, જામનગરમાં અંબાણી પરિવારના જામનગર મુકામે એક વિશેષ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.



નીતા અંબાણીએ અર્જુન તેંડુલકરને કહ્યું...


આ એ જ  સ્થળ છે જ્યાં બે વર્ષ પહેલાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્નનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. આજે ફરી એકવાર અહીં ખુશીઓનો માહોલ છે. તેંડુલકર અને ચંદોક પરિવારનું સ્વાગત કરતી વખતે નીતા અંબાણી અત્યંત ભાવુક જોવા મળ્યા હતા. તેમણે પોતાની વેલકમ સ્પીચમાં આત્મીયતા સાથે જણાવ્યું કે, "સચિન અને અંજલિ, તમે માત્ર મહેમાન નથી, પણ હંમેશા અમારા પરિવારનો હિસ્સો રહ્યા છો. મેં અર્જુનને એક નાના બાળકમાંથી આજે જવાબદાર યુવાન બનતા જોયો છે. આજે તેને પોતાની જિંદગીની સૌથી સુંદર `પાર્ટનરશિપ` શરૂ કરતો જોઈને મારું દિલ ભરાઈ આવ્યું છે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mumbai Indians (@mumbaiindians)


પિતા સચિનની આંખોમાં છલકાયાં વ્હાલ અને ગર્વ

આ કાર્યક્રમની સૌથી યાદગાર અને ઈમોશનલ ક્ષણ એ હતી જ્યારે ખુદ સચિન તેંડુલકર માઈક પર આવ્યા હતા. એક મહાન ક્રિકેટર નહીં, પણ એક પ્રેમાળ પિતા તરીકે તેમણે પોતાની લાગણીઓ ઠાલવતા કહ્યું કે, "અર્જુન, મને તારા પર ખૂબ જ ગર્વ છે. જ્યારે દીકરો પોતાની પસંદગીની છોકરીને ઘરે લઈને આવે અને પરિચય કરાવે, ત્યારે એક પિતાને સમજાય છે કે તેનો દીકરો હવે ખરેખર મોટો થઈ ગયો છે. અર્જુન અને સાનિયા એકબીજા સાથે ખૂબ જ ખુશ છે, એક બીજાના પ્રેમમાં છે. અર્જુન તને એવી જીવનસાથી મળી છે જે તને એટલો જ પ્રેમ કરે છે જેટલો પ્રેમ તું એને કરે છે. અને એક પિતા તરીકે મને બીજું શું જોઈએ?" સચિનના અવાજમાં છલકાતો ગર્વ અને વ્હાલ બંને ત્યાં હાજર દરેક મહેમાનના દિલ જીતી ગયાં હતાં.

સોશિયલ મીડિયા પર આશીર્વાદનો વરસાદ

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. ફેન્સ આ જોડીને આશીર્વાદ આપી રહ્યા છે અને સચિનને એક સામાન્ય પિતાની ભૂમિકામાં જોઈને પ્રભાવિત થયા છે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે યોજાયેલી આ પૂજા અને સેલિબ્રેશને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે અંબાણી અને તેંડુલકર પરિવાર વચ્ચેના સંબંધો વ્યાવસાયિક સીમાઓથી ઘણો આગળ છે.

કોણ છે સાનિયા ચંદોક?

સાનિયા ચંદોક મુંબઈના એક પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારમાંથી આવે છે અને તે પેટ-કેર ક્ષેત્રે એક ઉદ્યોગસાહસિક (entrepreneur) તરીકે કાર્યરત છે. પ્રાણીઓ પ્રત્યેના અંગત પ્રેમને કારણે તેણે પોતાનું વ્યાવસાયિક કરિયર મૂંગા પશુઓ માટે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને સેવાઓ વિકસાવવા પર કેન્દ્રિત કર્યું છે. દેશના સૌથી પ્રખ્યાત તેંડુલકર પરિવારની વહુ બનવા જઈ રહી હોવા છતાં, સાનિયા સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે અને સોશિયલ મીડિયા કે જાહેર પ્રસિદ્ધિથી દૂર રહે છે. નોંધનીય છે કે, અર્જુન તેંડુલકર સાથેના તેના સંબંધો સમાન સામાજિક મિત્રવર્તુળ દ્વારા કુદરતી રીતે પાંગર્યા છે; લગ્નની વાત શરૂ થઈ તે પહેલાં જ તે અર્જુનની બહેન સારા તેંડુલકરની ગાઢ મિત્ર હતી. જેમ-જેમ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ આ હાઈ-પ્રોફાઈલ પ્રસંગમાં અનેક દિગ્ગજ રાજકીય અને ખેલ જગતની હસ્તીઓ ઉમટી પડવાની શક્યતા છે, છતાં સાનિયાએ પોતાની ગરિમાપૂર્ણ મર્યાદા જાળવી રાખી છે.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 06:02 PM IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK