સમગ્ર ઉત્તર ગુજરાત ઉપરાંત ગુજરાત તેમ જ અન્ય રાજ્યોમાંથી પણ માઈભક્તો માતાજીનાં દર્શન કરવા આવે છે.
લાખો શ્રદ્ધાળુઓએ પગપાળા બહુચરાજી પહોંચીને કર્યાં બહુચર માતાજીનાં દર્શન
ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળો યોજાયો હતો. લાખ્ખો માઈભક્તો પદયાત્રા કરીને બહુચરાજી માતાજીના મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના પારે શીશ નમાવી આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. ઉત્તર ગુજરાતમાં બહુચરાજી માતાજીના ચૈત્રી પૂનમના મેળાનું ખાસ માહાત્મ્ય છે. સમગ્ર ઉત્તર ગુજરાત ઉપરાંત ગુજરાત તેમ જ અન્ય રાજ્યોમાંથી પણ માઈભક્તો માતાજીનાં દર્શન કરવા આવે છે.
ગાયોને પીરસાયો ૩૫૧ કિલો કેરીનો રસ
ADVERTISEMENT

ઉત્તર ગુજરાતમાં ડીસા રાધનપુર હાઇવે પર સાંડિયા ગામ પાસે જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જય જલિયાણ ગૌ આશ્રમમાં ૧૨૫થી વધુ ગાયોને ગઈ કાલે હનુમાન જયંતી નિમિત્તે કેરીનો રસ પીરસવામાં આવ્યો હતો. ચાર વર્ષ પહેલાં ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીએ આ ગૌ આશ્રમ શરૂ થયો હતો. આશ્રમમાં ગાયોનો માતૃત્વભાવે ઉછેર કરવામાં આવે છે. ગાયો કેરીનો રસ આરોગીને તૃપ્ત બની હતી.
