CHARUSAT Annual Day: ચારૂસેટ સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટના ૨૦મા અને ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેન્ગ્વેજિસ, આર્ટ્સ એન્ડ સોશિયલ સ્ટડીઝના ૧લા વાર્ષિક દિવસની સંયુક્તપણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
મંચસ્થ મહાનુભાવો
CHARUSAT Annual Day: ચારૂસેટ સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટના ૨૦મા અને ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેન્ગ્વેજિસ, આર્ટ્સ એન્ડ સોશિયલ સ્ટડીઝના ૧લા વાર્ષિક દિવસની સંયુક્તપણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાંચસોથી પણ વધુ વિદ્યાર્થીઓને તેમની વર્ષ દરમિયાની સિદ્ધિઓ બદલ વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા.
સ્ટુડન્ટ્સને બિરદાવાયા
ADVERTISEMENT
ચરોતર યુનિવર્સિટી (CHARUSAT Annual Day) ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની ઘટક સંસ્થાઓ ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIIM)ના ૨૦મા અને ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેન્ગ્વેજિસ, આર્ટ્સ એન્ડ સોશિયલ સ્ટડીઝ (CLASS)ના પ્રથમ વાર્ષિક દિવસની ઉજવણી સંયુક્ત પણે તા. 20 માર્ચ, 2026ના રોજ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને તેમની વર્ષ દરમિયાનની સિદ્ધિઓ, રેન્ક, સક્રિય ભાગીદારી અને સંસ્થા પ્રતિ આપેલા યોગદાન બદલ ટ્રોફી, મેડલ તથા પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દીપપ્રાગટ્ય કરી રહેલ મહાનુભાવો
કોણ કોણ રહ્યું હાજર?
(CHARUSAT Annual Day) આ પ્રસંગે જાણીતા બિઝનેસમૅન અને ચારૂસેટના માનનીય દાતા દેવાંગ પટેલ (ઈપ્કો પરિવાર), માતૃસંસ્થાના પ્રમુખ કિરણ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોક પટેલ તેમજ ચારૂસેટના બિલ્ડિંગ કમિટીના કન્વીનર એન.એમ.પટેલે હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી આશીર્વચન આપ્યા હતા. દેવાંગ પટેલે યુવાનોને પોતાની કારકિર્દીમાં શ્રેષ્ઠતા હાંસિલ કરવા, ઉદ્યોગ સાહસિક બનવા, સંસ્થાઓ સાથે સંકળાયેલા રહેવા જણાવ્યું હતું, વધુમાં તેઓએ પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકી, વધુ વૃક્ષારોપણ કરવા માટે પણ સર્વેને અનુરોધ કર્યો હતો. ચારૂસેટના આ વિકાસમાં દેવાંગભાઈ અને અનિતાબેન (ઈપ્કો પરિવાર)નું અનન્ય યોગદાન છે. તેઓએ ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIIM), દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR), અનિતા દેવાંગ પટેલ ઇપ્કોવાલા સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, અને સંતરામ ભવન - Scientifically Advanced New-emerging Technology Research & Analytical Mulyankan Bhavanના મુખ્ય દાતા તરીકે આ સંસ્થાઓના વિકાસમાં યોગદાન આપેલ છે.
ચારૂસેટના રજિસ્ટ્રાર ડૉ. બિનીત પટેલે સમગ્ર કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે બંને સંસ્થાઓને વર્ષ દરમિયાનના ઉત્તમ પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ (CHARUSAT Annual Day) દરમિયાન IIIMના પ્રિન્સિપાલ ડૉ. રેશ્મા સાબલે તેમજ CLASSના પ્રિન્સિપાલ ડૉ. ભાસ્કર પંડ્યા દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જેમાં સંસ્થાઓના વર્ષ દરમિયાનના શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક સિદ્ધિઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટીચિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ, નોન-ટીચિંગ સ્ટાફ, સપોર્ટિંગ સ્ટાફ અને પી.એચ.ડી. સ્કોલર્સને તેમના મૂલ્યવાન યોગદાન અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરી ગિફ્ટ્સ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે હ્યુમાનિટીસ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગના વડા ડૉ. કૌશિક ત્રિવેદી અને લાઈબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગના વડા ડૉ. પ્રમોદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ફેકલ્ટી ઓફ મેનેજેમેન્ટના ડીન ડૉ. રાજેશ સાધવાની દ્વારા આભારવિધિ કરાઇ હતી.
