Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આજથી ડેઇલી ભુજ–દિલ્હી એક્સપ્રેસ ટ્રેનનો આરંભ

આજથી ડેઇલી ભુજ–દિલ્હી એક્સપ્રેસ ટ્રેનનો આરંભ

Published : 22 May, 2026 11:14 AM | IST | Bhuj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સર્વિસને કારણે કચ્છવાસીઓએ દિલ્હી જવા માટે ટ્રેન નહીં બદલવી પડે: દિલ્હી ઉપરાંત રાજસ્થાનનાં શહેરોમાં જવામાં પણ સરળતા રહેશે

અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવ


કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે ભુજ રેલવે-સ્ટેશનથી ભુજ–દિલ્હી એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવશે. આ ટ્રેનને કારણે કચ્છવાસીઓને દિલ્હી જવા માટે ટ્રેન બદલવી નહીં પડે એટલું જ નહીં, દિલ્હી ઉપરાંત રાજસ્થાનનાં મોટાં શહેરોમાં જવા માટે પણ આ ટ્રેન અનુકૂળ બની રહેશે.

કચ્છના લોકો લાંબા સમયથી દિલ્હી જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા એ ટ્રેન આજથી શરૂ થવાની છે. આ નવી ટ્રેનથી કચ્છવાસીઓને દેશની રાજધાની જવા માટે સીધી ટ્રેન મળશે. ભુજ રેલવે-સ્ટેશનથી આજે આ ટ્રેન સાંજે સાડાચાર વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સાંજે સાડાચાર વાગ્યે દિલ્હી પહોંચશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભીલડી, ધાનેરા, જાલોર, અજમેર, જયપુર, અલવર, રેવાડી સહિતનાં મહત્ત્વનાં સ્ટેશનોએ ઊભી રહેશે.



આ ટ્રેન ૨૩ મેથી દરરોજ સવારે ૧૧.૧૫ વાગ્યે ભુજ રેલવે-સ્ટેશનથી ઊપડશે અને બીજા દિવસે સવારે ૧૧.૪૫ વાગ્યે દિલ્હી પહોંચશે. આ ટ્રેન ૨૪ મેથી સાંજે ૪.૪૦ વાગ્યે દિલ્હીથી ઊપડશે અને બીજા દિવસે સાંજે ૭.૩૫ વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેનમાં ટૂ-ટિયર ઍર-કન્ડિશન્ડ (AC), થ્રી ટિયર AC, સ્લીપર અને જનરલ કોચ હશે. 


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 11:14 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK