Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > માનવભક્ષી ૪ સિંહોને મળશે આજીવન કેદ

માનવભક્ષી ૪ સિંહોને મળશે આજીવન કેદ

Published : 28 June, 2026 10:21 AM | IST | Junagadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજુલા તાલુકામાં એક યુવાન પર હુમલો કરીને મારી નાખ્યો હતો ચાર સિંહોએ: સક્કરબાગ ઝૂમાં કેદ કરાશે

સિંહ

સિંહ


માણસો પર અમરેલી જિલ્લામાં સિંહોના હુમલા વધી રહ્યા છે ત્યારે આ વિસ્તારના ચાર માનવભક્ષી સિંહોએ એક યુવાન પર હુમલો કરીને તેને મારી નાખતાં આ સિંહોને જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં કેદ કરવામાં આવશે.    

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા કોવાય ગામ પાસે થોડા દિવસ પહેલાં પ્રકાશચંદ્ર નામના યુવાન પર ૪ સિંહોએ હુમલો કરીને તેનો શિકાર કર્યો હતો, જેમાં યુવાનનું મોત થયું હતું. કમકમાટી ઊપજાવે એવી આ ઘટનામાં વનવિભાગે તપાસ હાથ ધરી હતી. જ્યાં ઘટના બની હતી એ વિસ્તારમાં સિંહોની શોધખોળ કરીને બે યુવાન સિંહ અને બે મોટી ઉંમરના સિંહોને પકડી લીધા હતા. કહેવાય છે કે પકડાયેલા આ ૪ સિંહોનાં સૅમ્પલ લઈને તપાસ માટે મોકલ્યાં હતાં જેમાં મરી ગયેલા યુવાનના શરીરના અવશેષો સિંહોનાં સૅમ્પલમાંથી મળી આવ્યા હતા જેથી આ ૪ સિંહોને નિયમ મુજબ કાયમ માટે સક્કરબાગ ઝૂમાં ઍનિમલ કૅર સેન્ટરમાં રાખવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 10:21 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK