Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં યોજાયો કાળીચૌદસનો સમૂહ યજ્ઞ

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં યોજાયો કાળીચૌદસનો સમૂહ યજ્ઞ

Published : 08 November, 2026 02:03 PM | Modified : 08 November, 2026 02:27 PM | IST | Salangpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સવારે ૫.૩૦ વાગ્યે મંગળા આરતી અને ત્યાર બાદ સવારે ૭ વાગ્યે શણગાર આરતી, જ્યારે ૧૧.૧૫ વાગ્યે છપ્પનભોગ અન્નકૂટ આરતી યોજાઈ હતી. સવારે ૮ વાગ્યે અભિષેક કરાયો હતો, જ્યારે બપોરે ૧૨.૩૦ વાગ્યે સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

શેષ પૂજનનો પુરુષો તેમ જ મહિલાઓએ પણ લાભ લીધો હતો

શેષ પૂજનનો પુરુષો તેમ જ મહિલાઓએ પણ લાભ લીધો હતો


વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ગઈ કાલે કાળીચૌદસના દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનદાદાના મંદિરે સમૂહયજ્ઞ અને હનુમાનદાદાનું વિશેષ પૂજન યોજાયું હતું. અગણિત ધાર્મિકજનોએ યજ્ઞમાં આહુતિ અર્પી હતી. ભક્તજનોએ હનુમાનદાદાના અભિષેક, છપ્પનભોગ અન્નકૂટ અને આરતીનો લહાવો લઈને હનુમાનદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનદાદાને હીરાજડિત મુગટ, પોપટની ડિઝાઇનવાળાં રજવાડી ફૂલ, ઝાડ, કમળની ડિઝાઇનવાળો મુગટ, મયૂરપંખના વાઘા અને મોતીનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં મોતી અને પુષ્પોથી સજાવટ કરવામાં આવી હતી. સવારે ૫.૩૦ વાગ્યે મંગળા આરતી અને ત્યાર બાદ સવારે ૭ વાગ્યે શણગાર આરતી, જ્યારે ૧૧.૧૫ વાગ્યે છપ્પનભોગ અન્નકૂટ આરતી યોજાઈ હતી. સવારે ૮ વાગ્યે અભિષેક કરાયો હતો, જ્યારે બપોરે ૧૨.૩૦ વાગ્યે સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.



દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં ચરણે ૯૫ ગ્રામ સોનું તથા ૧૬૦૦ ગ્રામ ચાંદીનાં ઘરેણાં અને આરતી અર્પણ


વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં ચરણે અંદાજે ૯૫ ગ્રામ સોનું અને ૧૬૦૦ ગ્રામ ચાંદીનાં ઘરેણાં અને આરતી અર્પણ કરાઈ હતી. ધનતેરસના દિવસે દ્વારકામાં એક વૈષ્ણવજને અંદાજે ૯૫ ગ્રામ સોનાનાં કર્ણ ફૂલ અને માળા ભગવાન દ્વારકાધીશનાં ચરણે અર્પણ કર્યાં હતાં. જ્યારે અન્ય એક વૈષ્ણવજને અંદાજે ૧૬૦૦ ગ્રામ ચાંદીની આરતી અર્પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 02:27 PM IST | Salangpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK