ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના પગલે ગુજરાતના અનેક રસ્તાઓ બિસમાર હાલતમાં મુકાઈ ગયા બાદ તંત્ર આળસ મરડીને બેઠું થયું છે
રાજપીપળાથી અંકલેશ્વર માર્ગ સહિતના રસ્તાઓનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.
ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના પગલે ગુજરાતના અનેક રસ્તાઓ બિસમાર હાલતમાં મુકાઈ ગયા બાદ તંત્ર આળસ મરડીને બેઠું થયું છે અને યુદ્ધના ધોરણે મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની તાકીદ બાદ માર્ગ અને મકાન વિભાગ સહિતના સંલગ્ન વિભાગો અને મ્યુનિસિપલ તંત્ર ઍક્શન મોડમાં આવ્યાં છે.
ADVERTISEMENT
વડોદરા
સુરત
અમદાવાદ, સુરત, વડોદરા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, અમરેલી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં બિસમાર રસ્તાઓનું રિપેરિંગ શરૂ થયું છે અને તૂટેલા માર્ગો પર પૅચવર્ક સહિતનાં કામોનો ધમધમાટ ગઈ કાલથી આરંભાયો છે.

