શિપરોકેટની સૌથી મોટી ખાસિયત તેનો એસેટ-લાઇટ મોડલ છે. એમએસએમઈને ભારે રોકાણ કર્યા વિના દેશવ્યાપી લોજિસ્ટિક્સ સુવિધા મળે છે, જેથી નાના અને મધ્યમ ઉદ્યોગો પણ રાષ્ટ્રીય સ્તરે તેમના ઉત્પાદનો વેચી શકે છે.
ગુજરાતના એમએસએમઈની ડિજિટલ ઉડાનમાં શિપરોકેટ (Shiprocket) ની મહત્વની ભૂમિકા
ગુજરાતના મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇલ ક્લસ્ટર લાંબા સમયથી રાજ્યની અર્થવ્યવસ્થાની રીઢ રહ્યા છે. સુરતનું ટેક્સટાઇલ હબ હોય કે અમદાવાદના એપેરલ ઉદ્યોગ, તેમજ રાજકોટ અને વડોદરાના એન્જિનિયરિંગ ક્લસ્ટર એમએસએમઈ આજે પણ ઉત્પાદન અને રોજગારનો મોટો આધાર છે. હવે જ્યારે વેપાર ઝડપથી ઓનલાઈન થઈ રહ્યો છે, ત્યારે આ ઉદ્યોગો તેમના કાર્યપ્રણાલી અને વિસ્તરણમાં ફેરફાર કરી રહ્યા છે.
ઓફલાઈન અને ડિસ્ટ્રીબ્યુટર આધારિત મોડલમાંથી ડિજિટલ કોમર્સ તરફ જવું હવે મજબૂરી બની ગઈ છે. મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇલ MSME સામે સૌથી મોટો પડકાર અનેક સેલ્સ ચેનલ, વિખરાયેલી ફુલફિલમેન્ટ વ્યવસ્થા અને મેન્યુઅલ લોજિસ્ટિક્સ સંકલન સંભાળીને રાજ્ય બહાર તથા દેશભરમાં ગ્રાહકો સુધી પહોંચવાનો છે.
ADVERTISEMENT
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એમએસએમઈ એમએસએમઈની ડિજિટલ સફરમાં મહત્વપૂર્ણ કડી બનીને ઉભરી આવ્યું છે. ઓર્ડર મેનેજમેન્ટથી લઈને ચેકઆઉટ, ફુલફિલમેન્ટ, શિપિંગ અને રિટર્ન સુધી, એન્ડ-ટુ-એન્ડ કોમર્સ અને લોજિસ્ટિક્સ સોલ્યુશન આપી શિપરોકેટ વેપારને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં મદદ કરે છે.
શિપરોકેટના સીઈઓ અને કો-ફાઉન્ડર સાહિલ ગોયલ કહે છે કે, “ગુજરાતના એમએસએમઈ હંમેશા મજબૂત ઉત્પાદક રહ્યા છે. હવે તેમની મહત્ત્વાકાંક્ષા દેશભરમાં અને ડિજિટલ રીતે વેચવાની છે. અમારું ધ્યાન ઓપરેશનલ જટિલતાઓ દૂર કરવાની છે, જેથી વેપારીઓ કોઈ અડચણ વગર નવા બજારોમાં પ્રવેશ કરી શકે.”
સુરતના ટેક્સટાઇલ વેપારીઓ માટે શિપરોકેટ જથ્થાબંધ ખરીદદારો અને સીધા ગ્રાહકો બન્નેને એક જ સિસ્ટમથી સંભાળવાની સુવિધા આપે છે. એપેરલ બ્રાન્ડ્સ સીઝનલ ડિમાન્ડને વધુ સારી યોજના સાથે પૂર્ણ કરી રહ્યા છે, જ્યારે એન્જિનિયરિંગ એમએસએમઈને મેટ્રો શહેરો ઉપરાંત ઉદયમાન બજારો સુધી સમયસર અને ટ્રેક કરી શકાય તેવી ડિલિવરી મળી રહી છે.
લોજિસ્ટિક્સ ઉપરાંત શિપરોકેટ સેન્ટ્રલાઈઝ્ડ ડેશબોર્ડ મારફતે વેપારીઓને સંપૂર્ણ જાણકારી આપે છે. ઓર્ડર, ડિલિવરી, રિટર્ન અને પ્રાદેશિક માંગના ટ્રેન્ડ સ્પષ્ટ રીતે દેખાતા હોવાથી વેપારીઓ અંદાજ પર નહીં, પરંતુ આંકડાઓના આધાર પર નિર્ણય લઈ રહ્યા છે.
શિપરોકેટની સૌથી મોટી ખાસિયત તેનો એસેટ-લાઇટ મોડલ છે. એમએસએમઈને ભારે રોકાણ કર્યા વિના દેશવ્યાપી લોજિસ્ટિક્સ સુવિધા મળે છે, જેથી નાના અને મધ્યમ ઉદ્યોગો પણ રાષ્ટ્રીય સ્તરે તેમના ઉત્પાદનો વેચી શકે છે.
આજના સમયમાં જ્યારે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં માંગ ઝડપથી વધી રહી છે, શિપરોકેટની પેન-ઇન્ડિયા પહોંચ ગુજરાતના એમએસએમઈને પરંપરાગત જથ્થાબંધ નેટવર્કથી આગળ નવા ગ્રાહકો સાથે જોડે છે. પરિણામે વેપાર વધુ મજબૂત બની રહ્યો છે અને વિકાસના નવા રસ્તા ખુલ્યા છે.
ડિજિટલ યુગમાં ગુજરાતના એમએસએમઈની ગતિ વધારવામાં શિપરોકેટ એક વિશ્વસનીય ભાગીદાર તરીકે સામે આવ્યું છે. વેપારને સરળ બનાવી, ડિજિટલ કોમર્સ સાથે જોડીને અને બજારની હદ વિસ્તારી શિપરોકેટ રાજ્યના ઉદ્યોગોને પ્રાદેશિક ઓળખમાંથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.


