Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચરુસેટ કૅમ્પસના 26 માં સ્થાપના દિનની ઉજવણી: વિવિધ ઍવોર્ડસ એનાયત

ચરુસેટ કૅમ્પસના 26 માં સ્થાપના દિનની ઉજવણી: વિવિધ ઍવોર્ડસ એનાયત

Published : 29 January, 2026 07:54 PM | Modified : 29 January, 2026 09:43 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેમણે ઍવોર્ડ વિજેતા સંશોધકોને અભિનંદન આપ્યા હતા અને હજુ ઘણું કરવાનું બાકી છે ત્યારે સૌને શ્રેષ્ઠ યોગદાન આપી ચરુસેટને સફળતાના શિખરે લઈ જવા અપીલ કરી હતી. સુરેન્દ્ર પટેલના હસ્તે નિલેશ દેસાઈને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યો હતો.

રિસર્ચ એપ્રીસીયેશન, એચીવમેન્ટ તેમજ ચારુસેટના વિકાસમાં માતબર પ્રદાન બદલ વિવિધ એવોર્ડસ એનાયત

રિસર્ચ એપ્રીસીયેશન, એચીવમેન્ટ તેમજ ચારુસેટના વિકાસમાં માતબર પ્રદાન બદલ વિવિધ એવોર્ડસ એનાયત


ચારુસેટ કૅમ્પસ છેલ્લા 26 વર્ષથી ગ્લોબલ ઍજ્યુકેશન હબ તરીકે આખા ગુજરાતમાં અગ્રેસર છે. શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચારુસેટ કૅમ્પસનો 26મો સ્થાપના દિન 28 જાન્યુઆરી, બુધવારે ચરુસેટમાં ઉજવવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ પદે સ્પેસ સાયન્ટીસ્ટ તેમજ સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC/ISRO), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન (ISRO) અમદાવાદના ડિરેક્ટર નિલેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નિલેશ દેસાઈ ભારતીય એન્જિનિયર અને સ્પેસ સાયન્ટીસ્ટ છે અને હાલમાં સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અમદાવાદના ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમના કાર્યમાં માઇક્રોવેવ રડાર સિસ્ટમ, ઇન્ડિયન રીજીયોનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ, ચંદ્રયાન-3 જેવા મૂન રિસર્ચ મિશનમાં યોગદાનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ચરુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, CHRFના પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRF ના માનદ્ મંત્રી ડૉ. એમ. સી. પટેલ, ચીફ પેટ્રન અને દાતા દેવાંગભાઈ પટેલ ઈપ્કોવાળા, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ સી. એ. પટેલ, વાઈસ પ્રેસિડન્ટ અશોક પટેલભાઈ, જોઈન્ટ સેક્રેટરી મતી મઘુબેન પટેલ, જોઈન્ટ સેક્રેટરી ધીરુભાઈ પટેલ, ટ્રેઝરર ગીરીશભાઈ સી. પટેલ, ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, ચરુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. બિનીત પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળના પદાધિકારીઓ, હોદ્દેદારો, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના પછી ચરુસેટ કૅમ્પસની 26 વર્ષની વિકાસગાથાનું વીડિયો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે વિવિધ ફેકલ્ટીને વિવિધ કેટેગરીના ઍવોર્ડ્સ અંતર્ગત ચરુસેટ રિસર્ચ એપ્રીશિએશન ઍવોર્ડસ, રિસર્ચ પ્રોજેક્ટ ઍવોર્ડસ , રિસર્ચ એચીવમેન્ટ ઍવોર્ડ્સ ટુ ધ ટોપ 2 ટકા સાયન્ટીસ્ટસ, ચારુસેટમાં 20 થી 25 વર્ષનું યોગદાન આપનાર ચારુસેટ પરિવારના સભ્યોને એન્ડ્યુરિંગ કમિટમેન્ટ ઍવોર્ડસ, એક્સેમ્પ્લરી ડેડીકેશન એમ્પ્લોય ઍવોર્ડ્સ, ઇનોવેટીવ ઇન્સ્ટીટયુટ ઍવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. એકેડેમિક અને એડમીનીસ્ટ્રેટીવમાં માતબર પ્રદાન બદલ તેમજ ગુજરાતમાં ડીજીટલ પેપરલેસ પરીક્ષા સિસ્ટમની પહેલ કરનાર પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલને એન્ડ્યુરિંગ કમિટમેન્ટ ઍવોર્ડ-વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ નિલેશ દેસાઈએ 26 વર્ષની સિદ્ધિ બદલ ચરુસેટને અને રિસર્ચ ફેકલ્ટીને ઍવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ચારુસેટના રિસર્ચ એક્ટીવીટી ચાલે છે અને સ્પોન્સર્ડ એક્ટીવીટી-સ્ટુડન્ટ સ્ટાર્ટ અપને પ્રોત્સાહન મળે છે તે આવકારદાયક છે. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે પરંતુ ટેકનોલોજી ઉપરાંત શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રિત અને શિક્ષક કેન્દ્રિત હોવું જોઈએ. આ માટે ફરીથી ગુરુ શિષ્યની પરંપરા તરફ આગળ વધવું જોઈએ જેમાં રિસર્ચ અને ઇનોવેશન ઉપયોગી બનશે. સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજીને પ્રમોટ કરવામાં વિદ્યાર્થીઓએ આજના જમાનામાં સ્કીલ ડેવલપમેન્ટ પેદા કરવી જરૂરી છે અને ગુજરાત સેમી કંડકટર હબ બનવા જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ લાભદાયી થશે. તેમણે સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજીને લગતા વિદ્યાર્થીઓ પાસે ઉજ્જવળ વિચારો હોય તો રજૂ કરવા અનુરોધ કર્યો હતો.  



સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચારુસેટ કૅમ્પસની સ્થાપનાના 26 વર્ષના પાયામાં સુત્રધારો છોટાકાકા, ડૉ. કે. સી. કાકા, હોદ્દેદારો, દેશવિદેશના દાતાઓનો સાથ સહકાર અને અમૂલ્ય પ્રદાન છે. સ્થાપના દિન નિમિતે રિસર્ચ ફેકલ્ટી અને સ્ટાફને ઍવોર્ડ આપવાની પરંપરા છે ત્યારે અન્યોને પણ પ્રેરણા મળે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે ઍવોર્ડ વિજેતા સંશોધકોને અભિનંદન આપ્યા હતા અને હજુ ઘણું કરવાનું બાકી છે ત્યારે સૌને શ્રેષ્ઠ યોગદાન આપી ચરુસેટને સફળતાના શિખરે લઈ જવા અપીલ કરી હતી. સુરેન્દ્ર પટેલના હસ્તે નિલેશ દેસાઈને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યો હતો. આભારવિધિ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના ડીન ડૉ. અનિલ શર્માએ કરી હતી. સમારંભનું સફળ આયોજન પ્રોગ્રામ કન્વીનર ડૉ. અનિલ શર્મા, કો-કન્વીનર અને RPCPના પ્રિન્સીપાલ ડૉ. મનન રાવલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સમારંભનું સંચાલન આસીસ્ટન્ટ પ્રોફેસર વિજય મકવાણા અને જય મહેતાએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ચરોતરને શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક નકશા પર મુકવા ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા વર્ષ 2000 ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ચાંગાની સ્થાપના કરવામાં આવી અને આજે ચરુસેટ કૅમ્પસ ફક્ત 26 વર્ષના ટૂંકા સમયગાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બન્યું છે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા A+ ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા `સેન્ટર ઓફ એક્સલન્સ` પ્રાપ્ત કરનાર ચારુસેટના 125 એકરના કૅમ્પસમાં 7 ફેકલ્ટી અને 10 ઇન્સ્ટીટ્યુટ છે જેમાં 11000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2026 09:43 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK