કપલ ગોલ્સની વાત હોય તો, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું નામ સૌથી પહેલા આવતું હોય છે. તાજેતરમાં જ બન્ને ન્યૂયોર્કમાં દીપિકા પાદુકોણની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં ગઈ અને ત્યાંથી તેમની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
રણવીર સિંહ-દીપિકા પાદુકોણની તસવીરોનો કૉલાજ
કપલ ગોલ્સની વાત હોય તો, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું નામ સૌથી પહેલા આવતું હોય છે. તાજેતરમાં જ બન્ને ન્યૂયોર્કમાં દીપિકા પાદુકોણની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં ગઈ અને ત્યાંથી તેમની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જાન્યુઆરી શરૂઆતની આ તસવીરોમાં `દીપ-વીર`ની જૂની ટશન અને ગજબનો તાલમેલ જોવા મળી રહ્યો છે. દીપિકા જ્યાં પોતાની સાદગી અને એલિગેન્સથી મહેફિલ લૂટી રહી છે, તો રણવીર પોતાની જાણીતી એનર્જી અને સ્ટાઈલથી બધાને એન્ટરટેઈન કરી રહ્યો છે. બન્નેની મસ્તી અને એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈને ચાહકો પણ ગદ્ગદ થઈ રહ્યા છે. રણવીર સિંહે મિડનાઈટ બ્લૂ વેલવેટ સૂટ પહેર્યો છે, જે તેમની પર્સનાલિટીને સંપૂર્ણ રીતે સૂટ કરે છે. મેચિંગ વેસ્ટ, લાલ કલરના સ્ટાઈલિશ સનગ્લાસેસ, લેયર્ડ ચેન અને સેટ દાઢીની સાથે તેનો લુક રેટ્રો અને મૉર્ડનનું પર્ફેક્ટ કૉમ્બિનેશન લાગે છે. લગ્નના માહોલમાં ડૂબેલા રણવીરનો આઉટફિટ તેની એનર્જી જેવું જ છે- કૉન્ફિડેન્ટ, મસ્તી અને ખૂબ જ સ્ટાઈલિશ.
તો દીપિકા પાદુકોણ હંમેશાંની જેમ ક્લાસ અને એલિગેન્સની મિસાલ જોવા મળે છે. તેણે ગાઢ રીંગણી કલરની પ્રિન્ટેડ સાડી પહેરી છે, જેના પર સુંદર ડિઝાઇન્સ બનેલી છે. લો બન હૅરસ્ટાઈલ તેના શાર્પ ફીચર્સને હજી વધારે હાઈલાઇટ કરે છે. સ્ટેટમેન્ટ ચોકર, બંગડી અને સામાન્ય રિંગ્સ તેની જ્વેલરીને પણ ખાસ બનાવે છે. સૉફ્ટ મેકઅપ અને ગ્લોઈંગ સ્કિન સાથે તેનો ખૂબ જ સિમ્પલ લુક, ગ્રેસફુલ અને લગ્ન માટે એકદમ પર્ફેક્ટ છે.
ADVERTISEMENT
તસવીરોમાં દેખાઈ આવે છે રણવીર-દીપિકાનો એક-બીજા પ્રત્યેનો પ્રેમ
આ તસવીરોમાં સૌથી ખાસ વાત એ છે કે બન્નેની સ્ટાઈલ એકબીજા સાથે સરસ રીતે મેચ થાય છે. રણવીર સિંહની બોલ્ડ અને એક્સપરિમેન્ટલ ફેશન અને દીપિકાની સાદગી બન્ને એકબીજા સાથે ખૂબ જ પરફેક્ટ લાગે છે. ન્યૂયૉર્કમાં લગ્નના લાકડાના ઇન્ટિરિયર વચ્ચે આ તસવીરો રણવીર અને દીપિકાના તેમના સૌથી રિયલ અંદાજમાં પ્રેમ અને મિત્રતાને દર્શાવે છે. દરવખતે બન્ને બધી જ લાઈમલાઈટ લૂંટી લેતા હોય છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટનીની વાત કરીએ તો રણવીર સિંહની ફિલ્મ ધુરંધરે તાજેતરમાં ભારતમાં 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી દીધી છે. તો, દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ શાહરુખ ખાનની ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ સિવાય એક્ટ્રેસ પાસે એટલીની અપકમિંગ ફિલ્મ પણ છે, જેમાં અલ્લૂ અર્જુન લીડ રોલમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રજાઓ માણવા માટે ન્યુ યૉર્ક ગયાં હતાં અને હાલમાં ત્યાંથી પરત આવ્યા ત્યારે તેઓ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. ઍરપોર્ટથી બહાર નીકળતી વખતે દીપિકા અને રણવીરે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આ પછી ફોટોગ્રાફર્સ તેમની સાથે-સાથે તેમની કાર સુધી પહોંચી ગયા હતા. આ સમયે રણવીરે કારની અંદર રહેલી દીકરી દુઆને ફોટોગ્રાફર્સ ક્લિક ન કરી શકે એ માટે આડો હાથ રાખીને ફોટોગ્રાફર્સને પાછળ ધકેલ્યા હતા અને સતત તેમને તસવીરો ક્લિક ન કરવાની અપીલ કરી હતી. આમ પ્રોટેક્ટિવ પપ્પા તરીકે રણવીરના પ્રયાસો ફળ્યા હતા અને ફોટોગ્રાફર્સ દુઆની તસવીર ક્લિક કરી શક્યા નહોતા.


